મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ, 6 વાહનોને પકડવામાં આવ્યા મોરબીમાં વાલ્મીકિ જયંતિએ ભીમસરમાં હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ મોરબીમાં ઘરેણાં-રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને પરત અપાવતી પોલીસ મોરબીના લાલપર ગામ પાસેથી દારૂ-બિયરની 10 બોટલ સાથે 2 પકડાયા મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ મોરબીમાં લોહાણા વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ


SHARE













મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ

મોરબીમાં રહેતા યુવાનના દીકરાને જન્મથી બીમારી હતી જેથી તેની સારવાર માટે વાહનની સામે વ્યાજે રૂપિયા લીધા હતા ત્યાર બાદ યુવાન વ્યાજખોરોના ચક્રમાં ફસાયો હતો. અને તેને જુદાજુદા ત્રણ વ્યક્તિ પાસેથી સમયાંતરે વ્યાજે રૂપિયા લીધેલ હતા જે વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરીને યુવાનને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જે ગુનામાં પોલીસે એક આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ વવાણીયા ગામનો રહેવાસી અને હાલમાં મહેન્દ્રનગર ગામે આવેલ આઇટીઆઇની પાછળના ભાગમાં રહેતા અને એલ્યુમીનીયમ સેકશનનુ મજુરી કામ કરતાં વસંતભાઈ જેરાજભાઈ વાઘેલા જાતે કોળી (24)એ મોરબી એ ડિવિઝન ખાતે ભોલુ જારીયામહીપતસિંહ જાડેજા અને જીવણભાઇ બોરીચા સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેના દીકરાને જન્મથી જ બીમારી હતી જેથી કરીને તેને સારવાર માટે બે લાખ જેટલો ખર્ચ થયેલ હતો માટે તેને તેના મિત્ર પાસેથી ભોલુ જારીયાના નંબર લઈને તેની પાસેથી સ્વીફટ કાર આપીને માસીક પાંચ ટકા વ્યાજ લેખે રૂપિયા વ્યાજે લીધેલ હતા. ત્યાર બાદ ભોલુ જારીયા રૂપિયાની ઉઘરાણી કરતો હતો અને તેના રૂપિયા આપવા માટે ભોલું જરિયાને આપેલ ગાડી વેંચવા માટે પાછી માંગી હતી તે ગાડી પાછી આપેલ ન હતી, અને ગાળો આપીને ધમકી આપી હતી.

ત્યારબાદ ફરિયાદીએ મહીપતસિંહ જાડેજા પાસેથી દરરોજના 400 લેખે 40 હજાર રૂપિયા વ્યાજે લીધેલ હતા. જે રૂપિયાની ફોન કરીને મહીપતસિંહ ઉઘરાણી કરીને “રૂપીયા આપી જજે નહી તો પગ ભાંગી નાખવા પડશે” તેમ ધમકી આપી હતી. ત્યાર બાદ જીવણભાઇ બોરીચા રહે. ખાખરાળા વાળાનો સંપર્ક થયો હતો અને તેની પાસેથી માસીક ૧૦ ટકા વ્યાજે ફરિયાદીના મોટા ભાઈ રવીભાઈનુ એકટીવા નં. GJ-36-P-5284 અને એક મોબાઇલ ફોન ઓપ્પો કંપનીનો F27 પ્રો આપેલ હતો તેની સામે જીવણભાઈએ 55 હજાર રૂપિયા આપેલ હતા. જે વ્યાજની ઉઘરાણી કરી હતી અને ફરિયાદીને ત્રણેય શખ્સો દ્વારા  ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જે ગુનામાં પોલીસે આરોપી પારસ ઉર્ફે ભોલો મુકેશભાઈ જારીયા જાતે બોરિચા (26) રહે. દેવ વ્રત એપાર્ટમેંટ બ્લોક નંબર 303  રવાપર રેસિડેન્સી મોરબી વાળને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News