મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી-ટંકારામાં ભાડુંઆત-શ્રમિકોની માહિતી ન આપતા વધુ સાત સામે કાર્યવાહી


SHARE













મોરબી-ટંકારામાં ભાડુંઆત-શ્રમિકોની માહિતી ન આપતા વધુ સાત સામે કાર્યવાહી

મોરબી અને ટંકારા તાલુકામાં મકાન અને દુકાન ભાડે આપીને તેમજ શ્રમિકોને કામે રાખીને પોલીસને તેની જાણ કરવામાં આવી ન હતી જેથી કલેક્ટરના જાહેરનામાના ભાંગના ગુના નોંધવામાં આવે છે તેમાં વધુ સાત આસામીઓ સામે જુદાજુદા પોલીસ સ્ટેશને ગુના નોંધાયેલ છે.

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સીટી ખાતે ફ્લેટ ભાડે આપવામાં આવ્યા હતા જેની પોલીસને જાણ કરી ન હતી જેથી કરીને રવિ શામજીભાઈ કામાણી (34) રહે. ઉમા ટાઉનશીપ મંગલ જ્યોત ડી-બ્લોક 501 મોરબી અને અર્પિત કિશોરભાઈ પલાણ (31) રહે. વસંત પ્લોટ શેરી નં-3 મોરબી વાળા સામે પણ ગુનો નોંધાયો છે તો નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર શેરી નં-1 માં મકાન ભાડે આપવામાં આવ્યું હોવાથી મનોજસિંહ જયવીરસિંહ તોમર (42) રહે. યમુનાનગર મોરબી, ત્રાજપર પાસે બેંકવાળી શેરીમાં દુકાન ભાડે આપી હતી જેથી સુરેશભાઈ વિક્રમભાઈ વરાણીયા (49) રહે. પાવન પાર્ક સોસાયટી મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે. મકનસર ગામે આવેલ તુલસી રેસીડેન્સીમાં મકાન ભાડે આપ્યું હતું જેથી મુકેશભાઈ ડાયાભાઈ પ્રજાપતિ (47) રહે. મકનસર વાળા સામે ગુનો નોંધાયો છે. ટંકારા નજીક આવેલ દ્વારકાધીશ હોટલ સામે ભંગારના ડેલામાં શ્રમિકો કામ કરતા હતા તેની માહિતી પોલીસને આપી ન હતી જેથી સાવરલાલ હરજીરામ ગુર્જર (27) રહે. સરદારનગર ટંકારા અને આર્ય નગરમાં આવેલ શ્રી દેવ ભંગારના ડેલામાં કામ કરતાં શ્રમિકોની માહિતી પોલીસને આપી ન હતી જેથી કરીને મોહનલાલ છીતરજીભાઈ ગુર્જર (35) રહે, સરદારનગર ટંકારા વાળા સામે ગુનો નોંધાયો છે






Latest News