મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનનું નિદ્રાધીન અવસ્થામાં જ મોત
SHARE
મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનનું નિદ્રાધીન અવસ્થામાં જ મોત
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતો યુવાન પોતાના ઘરે સૂતો હતો ત્યારબાદ સવારે ન ઉઠતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ મૃતક યુવાનના ભાઈ દ્વારા આ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડ એમ-893 નંબરના બ્લોકમાં રહેતા ચિંતનભાઈ અનિલકુમાર પંડ્યા (46) નામનો યુવાન પોતે પોતાના ઘરે સૂતો હતો દરમિયાન ઉઠાડવા છતાં તે ઉઠતો ન હતો અને કાંઈ બોલતો ચાલતો ન હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મૃતકના ભાઈ મનનકુમાર અનિલકુમાર પંડ્યા (50) રહે. હાઉસિંગ બોર્ડ વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.