મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે બાઈક સવારને અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનનું મોત


SHARE











મોરબીના જાંબુડીયા પાસે બાઈક સવારને અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક લઈને જતા યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હળફેટ લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં યુવાનને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બાદમાં ડેડબોડીને પીએમ માટે સિવિલએ લાવવામાં આવતા હાલ તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ નજીક આરટીઓ પાસે ગત તા. 18-10 ના વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં એક યુવાન બાઈક લઈને પસાર થતો હતો.ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેને હળફેટ લેતા અકસ્માત બનાવમાં યુવાનનું મોત નીપજ્યું હતું.જેથી તેના ડેડબોડીને 108 વડે પીએમ માટે સિવિલ હોસ્પિટલએ લાવવામાં આવ્યું હતું.બાદમાં જાણ થતા તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાગરા અને જે.પી.પટેલ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે મૃતકનું નામ અશોકભાઈ જેસીંગભાઇ દેથરીયા કોળી (27) રહે. ઇન્દિરાનગર મહેન્દ્રનગર તાલુકો જીલ્લો મોરબી છે.વધુમાં સામે આવ્યું હતું કે તે બાઈક લઈને જતો હતો ત્યારે આરટીઓ કચેરી નજીક કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેના બાઇકને હળફેટ લીધું હતું.જે બનાવમાં તેને ગંભીર ઈજાઓ થતા અશોકભાઈનું મોત નીપજેલ છે.હાલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એ.બી.મિશ્રા દ્વારા આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે અને અકસ્માત સર્જીને ભાગી છૂટેલા અજાણ્યા વાહનના ચાલકને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.

સામસામી મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે ભીમસર નજીક ત્રણ માળિયા પાસે આવેલ અબ્દુલભાઈ ચા વાળાની લારી પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં સામસામી મારામારીમાં જયશ્રીબેન મુકેશ કુંઢીયા (ઉમર 40) અને મનોજ મુકેશભાઈ કુંઢીયા (ઉમર 16) તથા સામેવાળા સુનિતાબેન સુરેશભાઈ દેવીપુજક (ઉંમર 25) રહે. ત્રણેય ભીમસર ને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર (બેલા) નજીકના સોમનાથ પેટ્રોલ પંપ પાસે આવેલ પિક્સેલ પ્રિન્ટ નામના યુનિટમાં કામકાજ કરતો અને ત્યાં રહેતો જીગરસિંહ નમોરીભાઇ ડીગલ (29) નામનો યુવાન યુનિટ નજીક કોઈ કારણસર પડી જતા ઈજા પામતા તેને ખાનગી હોસ્પિટલ લવાયો હતો.જે સંદર્ભે તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગરે તપાસ કરી હતી. જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં રહેતી જ્યોતિબેન સુરેશભાઈ સિસોદિયા નામની 15 વર્ષીય સગીરા બાઈકના પાછળના ભાગે બેસીને જતી હતી.ત્યારે મકનસર-રફાળેશ્વર વચ્ચે સર્વિસ રોડ ઉપર બાઈક સ્લીપ થવાના બનાવમાં તેને ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.તેમજ મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામેથી રફાળેશ્વર બાજુ જઈ રહેલ લેતીનભાઇ રાજારામભાઈ વર્મા (ઉમર 41) રહે.જાંબુડિયા વાળાનું બાઈક જાંબુડીયા પાવર હાઉસ પાસે સ્લીપ થઈ જતા તેને ઈજા થતાં ખાનગી હોસ્પિટલ સારવારમાં ખસેડાયો હતો.




Latest News