હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી


SHARE









વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી

વાંકાનેર ફાયરીંગ બટ ખાતે પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન રેલવે, પ્રોટેક્શન ફોર્સના પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓની વર્ષ-૨૦૨૪ ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી આગામી તારીખ ૦૫/૧૧/૨૦૨૪ થી ૦૯/૧૧/૨૦૨૪ એમ પાંચ દિવસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર, મોરબી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે. તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા. ૫/૧૧ થી ૯/૧૧ એમ પાંચ દિવસ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહીં. આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.

મોરબીમાં તા.૨૪ ઓક્ટોબરના સંયુક્ત રાષ્ટ્રસંઘનો ધ્વજ ફરકાવવાનો રહેશે

સરકારના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના પરિપત્રમાં જણાવ્યા અનુસાર સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ એટલે કે ૨૪ મી ઓક્ટોબરના દિવસે સરકારી કચેરીઓના મકાન ઉપર ભારતીય રાષ્ટ્રધ્વજની સાથે સંયુક્ત રાષ્ટ્રસંઘનો ધ્વજ ફરકાવવામાં આવશે. જેને ધ્યાનમાં રાખતા મોરબી જિલ્લામાં તમામ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાની કચેરીઓમાં, સેવા સદનોમાં તા.૨૪ ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો ધ્વજ ફરકાવવાનો રહેશે. તેમ નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 




Latest News