મોરબીમાં પત્નીએ કામ ધંધો કરવા માટે કહેતા પતિએ પકડી અનંતની વાટ મોરબીના આંદરણા નજીક ડબલ સવારી બાઇકને રીક્ષા ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ખાણ-રસ્તા બાબતે ચાલતા મનદુઃખમાં યુવાનની હત્યા: આઠ સામે ગુનો નોંધાયો ટંકારા નજીકથી જામનગર બાજુ કતલખાને લઈ જવાતા 90 પાડા ભરેલ ટ્રકને ગૌરક્ષકોએ પકડી: મુદામાલ પોલીસને સોંપ્યો શરમ કરો પાલિકા વાળા: મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં લોકોના ઘર-દુકાન પાસે ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય મોરબી જિલ્લામાં પ્રદુષણના લીધે ખેતીને નુકસાન: કિસાન સંઘની રજૂઆત મોરબી જિલ્લામાં તૂટેલા રસ્તા રિપેર કરાવવા કાંતિભાઈ બાવરવાની મુખ્યમંત્રીને રજૂઆત હળવદ તાલુકામાં થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: સોના-ચાંદીના ઢાળીયા કબજે લીધા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં આયુર્વેદ-હોમિયોપેથી નિદાન કેમ્પ યોજાશે


SHARE











મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં આયુર્વેદ-હોમિયોપેથી નિદાન કેમ્પ યોજાશે

મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા '૯ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ'ની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તા ૨૪ ના રોજ સવારે ૦૯:૦૦થી ૧૨:૩૦ દરમિયાન હળવદ તાલુકામાં સરકારી દવાખાનું- ચરાડવા, વાંકાનેર તાલુકામાં સેવા સહકારી મંડળી- વાલાસણ, માળીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- સરવડ  તથા તા. ૨૬ ના રોજ મોરબી તાલુકામાં નરસંગ ટેકરી મંદિર, રવાપર રોડ- મોરબી ખાતે આયુર્વેદ- હોમીઓપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નિદાન સારવાર, દિનચર્યા, ઋતુચર્યા, વિરુદ્ધઆહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓ અને યોગનું મહત્વ તથા યોગ અભ્યાસ વગેરે અલગ અલગ વિષયોની સમજણ આપતા ચાટ પ્રદર્શન સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ કેમ્પનો વધુને વધુ લાભ લેવા મોરબી જિલ્લાવાસીઓને જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય પ્રવીણ વડાવિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News