મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને વળતર ચૂકવવા કૃષિ મંત્રીને રજૂઆત


SHARE













મોરબી જિલ્લાના લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને વળતર ચૂકવવા કૃષિ મંત્રીને રજૂઆત

મોરબી જિલ્લામા અતિવૃષ્ટિ અને પાછોતરાં વરસાદના લીધે ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ છે અને મોટું નુકશાન થયેલ છે ત્યારે ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા માટે મોરબી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર મારફતે કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે અતિવૃષ્ટિ થતાં ખેડૂતોને ભારે મોટું આર્થિક નુકસાન થયું છે. અને પાક નિષ્ફળ ગયેલ છે તેમજ પાછોતરાં વરસાદથી પણ ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઇ ગયેલ છે જેથી કરીને મોરબી જિલ્લામાં મગફળી અને કપાસને મોટું અને ઘણા ખેડૂતોને તો પાક નિષ્ફળ ગયો છે. જેથી કરીને દિવાળીએ ખેડૂતોના ઘરમાં હોળી જેવો માહોલ છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવેલ છે.




Latest News