વાંકાનેરના લાલપર પાસે બેફામ સ્પીડમાં આવતી કારે સ્કૂટરને હડફેટે લેતા ગ્રાફિક ડિઝાઇનર યુવતીનું મોત મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી: તું મારા પતિ સાથે કેમ અફેર રાખેશ તેવું કહીને યુવતીને મારી નાખવાની ધમકી


SHARE







































મોરબી: તું મારા પતિ સાથે કેમ અફેર રાખેશ તેવું કહીને યુવતીને મારી નાખવાની ધમકી

મોરબીમા લાલબાગમાં આવેલ કોર્ટના પરિસરમાં “તું મારા પતિ સાથે કેમ અફેર રાખેશ” તેવું કહીને વકીલ યુવતી સાથે બોલાચાલી ઝઘડો કરવામાં આવ્યો હતો અને ગાળો આપીને જપાજપી કરી હતી અને “જો મારા પતિ સાથે કોઈ સંબંધ રાખીશ તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલ યુવતીએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વકીલ યુવતી મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાલબાગ કોર્ટના પરિસરમાં હતી ત્યારે ત્યારે તેની પાસે આવીને એક મહિલાએ “તું મારા પતિ સાથે કેમ અફેર રાખેશ” તેવું કહીને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ગાળો આપીને જપાજપી કરી હતી અને હવે “જો મારા પતિ સાથે કોઈ સંબંધ રાખીશ તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વકીલ યુવતીએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ વી.કે.ચાવડા ચલાવી રહ્યા છે.
















Latest News