મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન બસ સ્ટેશન પાસે બાઈક મૂકીને ગુમ


SHARE





મોરબીમાં યુવાન બસ સ્ટેશન પાસે બાઈક મૂકીને ગુમ

મોરબીના જુના બસ સ્ટેશન પાસે પોતાનું બાઈક મૂકીને એક યુવાન ગુમ થઈ ગયો હોય અને તે બાબતે યુવાનના પિતા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીપળીયા ગામે રહેતા કમલેશભાઈ ગણેશભાઈ ઠોરીયા નામના વ્યક્તિ દ્વારા પોલીસ મથક ખાતે ગુમનોંધ દાખલ કરાવવામાં આવી હતી.તેમાં તેઓએ જણાવ્યું હતું કે તેમનો દીકરો ધાર્મિક કમલેશભાઈ ઠોરીયા (ઉંમર ૨૧) રહે.હાલ સંકલ્પ હાઈટ કામધેનુ સામે પંચાસર રોડ વાળો કામ ઉપર જવાનું કહીને ગત તા.૧૦-૯ ના રોજ સવારે દસ વાગે નીકળ્યો હતો અને મોરબીના જુના બસ સ્ટેશનની બાજુમાં તેનું બાઈક મૂકીને તે ક્યાંક ચાલ્યો ગયો હોય અને છેલ્લા એક-દોઢ માસથી તપાસ કરવા છતાં પણ તેનો ક્યાંથી પતો લાગ્યો નથી.હાલ પોલીસ દ્વારા ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવી છે અને ગુમ થયેલા યુવાનને શોધવા માટે એ ડીવીસન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આગળની તપાસ શરૂ કરાઇ છે.

મારામારીમાં ઈજા

મોરબીના પીપળી રોડ ઉપર રેંજ સિરામિક પાસે મારામારીના બનાવમાં ઈજા થતા અભયભાઈ સોની નામના ૨૫ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચી હતી.જ્યારે મોરબીના જીવાપર ગામના દેવેન્દ્રભાઈ રમેશભાઈ કણજારીયા નામના ૨૪ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર નવા આમરણ ગામ પાસે દવા પી લેતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.તેમજ મોરબીના ઉટબેટ (સામપર) ગામે રહેતા નવાઝ રફિકભાઈ બુચડ નામના ૧૬ વર્ષના સગીરને આમરણ ગામ પાસે પેટ્રોલ પંપ નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે લવાયો હતો.

વૃદ્ધ સારવારમાં

મોરબીની મદીના સોસાયટીમાં રહેતા જુમાભાઈ કાસમભાઈ નામના ૭૮ વર્ષના વૃદ્ધ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ખરાબ રોડના લીધે બાઈકમાંથી પડી જતા ઈજાગ્રસ્ત હાલતમાં શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે થયેલ મારામારીના બનાવમાં જગદીશ ધીરુભાઈ બારોટ (૨૬) રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટીને ઇજાઓ પહોંચી હતી.




Latest News