મોરબીમાં વેકેશનમાં ખરેખર ખાનગી શાળા ચાલુ છે કે કેમ તેની તપાસ થશે: અધિકારી મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી મેરજાએ પદ્મશ્રી દયાળ મુનિને ભાવાંજલિ પાઠવી મોરબીમાં કાલે ગુરુનાનક જયંતીની હર્ષોલ્લાસ સાથે કરાશે ઉજવણી મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરે રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે ચાર વેદોનું ગુજરાતી ભાષાંતર કરનારા મોરબી જિલ્લાના ટંકારાના રહેવાસી પદ્મશ્રી આચાર્ય દયાળજી મુનિ પંચમહાભૂતમાં વિલીન મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘન જીવામૃત-જીવામૃતના વપરાશની માર્ગદર્શિકા જાહેર હળવદના કડીયાણામાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો મોરબી જિલ્લામાં આગામી તા. ૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બરે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર-હળવદ તાલુકામાં દારૂની જુદીજુદી બે રેડ: 1,100 લિટર દેશી દારૂ સાથે બે પકડાયા, ચારની શોધખોળ


SHARE





























વાંકાનેર-હળવદ તાલુકામાં દારૂની જુદીજુદી બે રેડ: 1,100 લિટર દેશી દારૂ સાથે બે પકડાયા, ચારની શોધખોળ

વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ બાતમી આધારે વાંકાનેર તાલુકાના જોધપર ગામથી નેશનલ હાઈવે ઉપર વોચ રાખી હતી અને ત્યાર ગાડી નંબર જીજે 36 એફ 0759 નીકળી હતી તેને રોકવા માટે પ્રયત્ન કર્યો હતો ત્યારે ગાડીના ચાલકે ગાડીને મારી મૂકી હતી. જેનો પોલીસે પીછો કર્યો હતો અને વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી વાહનને ઝડપી લીધું હતું અને ગાડીને ચેક કરી હતી ત્યારે તેમાંથી 500 લિટર દારૂ મળી આવેલ હતો જેથી પોલીસે દારૂ સાથે આરોપી રફીક ઉર્ફે રફલો વીકીયા (35) રહે. ચંદ્રપુર વાળાને ઝડપી લીધેલ હતો અને દારૂ તેમજ વાહન મળીને ચાર લાખનો મુદામાલ કબજે કરેલ છે અને દારૂનો જથ્થો સુરુભા કાઠી દરબાર (રહે. ખાટડી તાલુકો ચોટીલા અને શીવરાજસિંહ સહદેવસિંહ ઝાલા રહે. વઘાસીયા વાળાએ મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતુ જેથી કરીને ત્રણેય સામે ગુનો નોંધીન એ પોલીસે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

આવી જ રીતે હળવદ તાલુકાના ચુંપણી ગામે પાવર હાઉસની સામેના ભાગમાંથી પસાર થતી બોલેરો પીકપ ગાડીને રોકીને ચેક કરતા તેમાંથી 600 દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 1,20,000 ની કિંમત નો દારૂ પાંચ લાખ રૂપિયાની કિંમતની ગાડી 20,000 ની કિંમતનું સ્કૂટર આમ કુલ મળીને 6.40 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે અજયભાઈ ધીરુભાઈ ખમાણી રહે. ઢેઢુકી ગામ સાપર તાલુકો સાયલા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી જીગ્નેશભાઈ કાળુભાઈ પંચાળા રહે. ઢેઢોકી તથા અનવરભાઈ હાજીભાઈ માલાણી રહે. મોરબી વાળાના નામ સામે આવ્યા હોય આ ત્રણેય શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે














Latest News