મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારી યુવાન રોકડા, મોબાઇક અને બુલેટ મળીને 8.56 લાખનો મુદામાલ પડાવી લીધો !: ખંડણી માંગીને આપી મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં વેપારી યુવાન રોકડા, મોબાઇક અને બુલેટ મળીને 8.56 લાખનો મુદામાલ પડાવી લીધો !: ખંડણી માંગીને આપી મારી નાખવાની ધમકી

મોરબીની સુપર માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી યુવાન પાસેથી સનાળા ગામના શખ્સ દ્વારા ખંડણી માંગવામાં આવતી હતી અને સમયાંતરે તેની પાસેથી રોકડા 5,43,000 તેમજ મોબાઇલ ફોન અને બુલેટ આમ કુલ મળીને 8.56 લાખનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો. આટલું નહીં પરંતુ વીરપર અને મીતાણા લઈ જઈને ત્યાં લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રહેતા અને સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી યુવાન દેવકુમાર ચેતનભાઇ સોરીયા (21)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ વેલાભાઈ રબારી રહે. શક્ત શનાળા તથા તેની સાથે રહેલા આજાણ્યા બે શખ્સો આમ કુલ મળીને ત્રણ શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, વિશાલ રબારી સાથે તેને કોઈપણ જાતની રૂપિયાની લેતી દેતી થઈ ન હતી તેમ છતાં પણ તેની પાસે બળજબરીથી ખંડણી માંગવામાં આવતી હતી અને અલગ અલગ સમયે તેની પાસેથી વિશાળ રબારીએ 5.46 લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતા.

આટલું જ નહીં આ યુવાન પાસેથી તેનો આઈ ફોન 15 પ્રો જેની કિંમત 60 હજાર તથા અઢી લાખ રૂપિયાની કિંમતનું બુલેટ પણ બળજબરીથી પડાવી લેવામાં આવ્યું હતું ત્યાર બાદ ફરિયાદી યુવાન મોરબીના સનાળા રોડ ઉપરથી તેના પિતા સાથે જઈ રહ્યો હતો ત્યારે તેને આરોપીઓ લઈ ગયા હતા અને ત્યારબાદ ટંકારા તાલુકાના વીરપર ગામની ખીણમાં તેમજ મીતાણા ગામ નજીક લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને અલગ અલગ જગ્યાએ માર માર્યો હતો. ત્યારે બે શખ્સો વિશાળ રબારી સાથે હાજર હતા તેને પણ ફરિયાદી યુવાનને ફડાકા માર્યા હતા જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ત્રણેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અત્રે ઉલેખનીય છેકે, ભોગ બનેલા યુવાન પાસેથી અગાઉ એક મોબાઇલ ફોન કોઈપણ કારણ વિના વિશાલ રબારી દ્વારા પડાવી લેવામાં આવ્યો હતો અને જે તે સમયે તેણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી પરંતુ તે બાબતે પોલીસ દ્વારા ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી ન હતી જેથી ત્યારબાદ બળજબરીથી રૂપિયા પડાવવા અને કીમતી માલ સામાન પડાવવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો અને યુવાનને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી ત્યારબાદ તેની ફરિયાદ લઈને પોલીસે હવે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે તેવું ફરિયાદી જણાવ્યુ છે.






Latest News