મોરબી-દેવળિયામાં દારૂની બે રેડ: 33 બીયરના ટીન-12 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ
ટંકારાના મિતાણા પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત
SHARE








ટંકારાના મિતાણા પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત
ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા પાસે મંદિર સામેથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેઓને હડફેટ લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતુ અને હાલમાં આ બનાવમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ટંકારા તાલુકાના પ્રભુનગર ગામના રહેવાસી અને હાલમાં એસઆરપીએફ કેમ્પ બ્લોક નં- 40 ઘંટેશ્વર રાજકોટ ખાતે રહેતા રમેશભાઈ ગોપાલભાઈ ગજેરા (37)એ ગાડી નંબર જીજે 3 ઇસી 6513 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા ગામ પાસે બહુચરાજી માતાજીના મંદિર સામે રસ્તા ઉપર થી તેઓના પિતા ગોપાલભાઈ ગજેરા બાઈક નંબર જીજે 36 એબી 3318 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કારના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધૂ હતું જેથી અકસ્માત થયો હતો અને તેમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બાઇક ચોરી
વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પાસે કન્યા શાળાના ગેટ નજીક હિરેનગીરી મનસુખગીરી ગોસ્વામી (40)એ પોતાનું બાઈક નંબર જીજે 36 પી 2251 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
વરલી જુગાર
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડી પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કમલેશભાઈ કેશાભાઈ અઘારા (21) રહે. સરતાનપર અને રાહુલભાઈ જગાભાઈ ઝરવરીયા (28) રહે. તરકીયા વાળા જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે 670 ની રોકડ કબજે કરી હતી અને બંને શખ્સોને પકડીને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

