મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં તંત્રની અક્ષમ્ય બેદરકારીના લીધે બે વર્ષ પહેલા ઝૂલતા પુલ તૂટતાં લેવાયો ‘તો 135 લોકોનો ભોગ: જવાબદાર કોણ ? હજુ પણ સવાલ યથાવત


SHARE













મોરબીમાં તંત્રની અક્ષમ્ય બેદરકારીના લીધે બે વર્ષ પહેલા ઝૂલતા પુલ તૂટતાં લેવાયો તો 135 લોકોનો ભોગ: જવાબદાર કોણ ? હજુ પણ સવાલ યથાવત

મોરબીની મચ્છુ નદી ઉપર વર્ષો પહેલા જે ઝુલતો પુલ બનાવવામાં આવ્યો હતો તેની સાથે લાખો કરોડો લોકોની યાદો જોડાયેલ હતો જો કે, તા 30/10/22 ના રોજ આ પુલ તૂટરી પડ્યો હતો જેથી કરીને ત્યાં હરવા ફરવા માટે પરિવાર કે મિત્રો સાથે આવેલા લોકોમાંથી બાળકો, મહિલાઓ, વૃદ્ધો, યુવાનો, સગર્ભા મહિલાઓ સહિત કુલ મળીને 135 લોકોના મોત નીપજયાં હતા જો કે, આ દુર્ઘટનાને આજની તારીખે બે વર્ષ પૂરા થયેલ છે તો પણ આ ઘટના માટે જવાબદાર કોણ ? તે સૌથી મોટો સવાલ પહેલા દિવસે ઊભો હતો તેવી જ રીતે આજે પણ ઊભો છે

મોરબી કે જેને વર્ષોથી પેરિસ કહેવામાં આવે છે અને હાલમાં સીરામીકના લીધે દેશ અને વિદેશમાં સીરામીક સીટી તરીકે જાણીતું શહેર બન્યું છે ત્યારે સરકારને મોરબીના ઉદ્યોગિક એકમોમાંથી કરોડો રૂપિયાના ટેક્સ આપવામાં આવે છે જો કે, મોરબીના ઔદ્યોગિક વિસ્તારોમાં સારા રોડ રસ્તા કે પ્રાથમિક સુવિધા નથી તે તો હકીકત છે જ કારણ કે દર વખતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું જ્યારે જ્યારે બજેટ જાહેર કરવામાં આવે ત્યારે ઉદ્યોગના આગેવાનો દ્વારા સારી પ્રાથમિક સુવિધા રોડ રસ્તા પાણીની જ માંગણી કરવામાં આવતી હોય છે તે તો જગ જાહેર વસ્તુ છે

પરંતુ દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ કેન્દ્ર અને રાજ્ય સરકારને આપતા મોરબી શહેરની અંદર આજની તારીખે સરકાર દ્વારા હરવા ફરવા માટે, લોકોના આનંદ પ્રમોદ માટે કોઈ સ્થળ ડેવલપ કરવામાં આવેલ નથી એટ્લે જ તો આજથી બે વર્ષ પહેલા તા 30/10/22 ના રોજ ઘણા લોકો ઝૂલતા પુલ ઉપર તેના પરિવાર કે મિત્રની સાથે ગયા હતા ત્યારે ઓરેવા ટ્રસ્ટ દ્વારા ગણતરીના દિવસો પહેલા જ રિનોવેશન કરીને લોકોની માટે ખુલ્લો મૂકવામાં આવેલ ઝુલતો પુલ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં ઘડકાભેર તૂટી પડ્યો હતો. જેથી કરીને પુલ ઉપર રહેલા લોકો સીધા જ નીચેના ભાગમાં ભરેલ ગટરના ગંદા પાણીમાં પડયા હતા અને ઘણા લોકોને રિબાઈ રિબાઈને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

જે દિવસે દુર્ઘટના બની હતી તે દિવસે રવિવાર હતો અને સાંજે સાડા છ વાગ્યે જુલતો પુલ તૂટવાના લીધે મચ્છુ નદીનો પટ લોકોની બચાવો બચાવોની બૂમોથી ગુંઝી ઉઠ્યો હતો. અને તાત્કાલિક આ ઘટનાના જે તે દિવસે ફોટાઓ અને વિડીયો સોશયલ મીડિયામાં વાયરલ થયા હતા જેથી તાત્કાલિક બચાવ રાહતની કામગીરી સ્થાની તરવૈયાઓ સહિતના લોકો દ્વારા શરૂ કરવામાં આવી હતી પરંતુ કમનસીબે આ ઘટનામાં 135 લોકોના મોત નિપજ્યાં હતા અને જે દિવસે પુલ તૂટ્યો હતો ત્યારે અંદાજે 400 જેટલા લોકો ઝૂલતા પુલ ઉપર પોતાના પરિવાર કે મિત્રો સાથે હતા. તેમાંથી બાળકો, સગર્ભા મહિલાઓ, મહિલાઓ, વૃદ્ધો, યુવક અને યુવતીઓ સહિત 135 ના મોત નિપજ્યાં હતા તેના માટે જવાબદાર કોણ ? તે સવાલ આજની તારીખે પણ યથાવત છે.

આ ઘટનાનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી રહ્યો છે અને હાઇકોર્ટમા કરવામાં આવેલ સુઓમોટોમાં પંબ કાર્યવાહી ચાલી રહી છે પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે આ દુર્ઘટના પાછળ ક્યાંકને ક્યાંક સરકાર સીધી જવાબદાર ગણી શકાય તેમ છે કેમકે આટલા વર્ષો પછી પણ મોરબી જેવા સમૃદ્ધ શહેરની અંદર કોઈ હરવા ફરવાના નવા સ્થળ કલેક્ટર કે અન્ય અધિકારી દ્વારા ડેવલપ કરવામાં આવેલ નથી જેના કારણે જે દિવસે પુલ તૂટી પડ્યો હતો ત્યારે વધુ લોકો ત્યાર હરવા ફરવા માટે ગયા હતા અને મોતને ભેટીયા હતા. ત્યારે સરકાર સામે સૌથી મોટો સવાલ એ છે કે કરોડોનો ટેક્સ આપતા મોરબીના લોકો માટે હરવા ફરવાના સ્થળ શા માટે ડેવલોપ કરવામાં આવ્યા નથી ?. આ બેદરકારી દાખવનારા અધિકારી સામે શું પીએમ કે સીએમ દ્વારા કોઈ પગલા ન લેવા જોઈએ તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

જે તે સમયે પાંચ દિવસમાં 14 હજાર લોકોએ લીધી ઝૂલતા પુલની મુલાકાત

 મોરબીમાં ઓરેવા ટ્રસ્ટે પુલને રિપૅર કરીને ખુલ્લો મૂક્યો હતો ત્યારે વર્ષ 2022 માં માત્ર ચારથી પાંચ દિવસમાં લગભગ ૧૪ હજાર કરતા વધુ લોકોએ ઝુલતા પુલની મુલાકાત લીધી હતી અને તેના પરિવારજનો કે મિત્રો સાથે ત્યાં આનંદ પ્રમોદ કર્યો હતો. આટલું જ નહીં યાદગાર ક્ષણોને કચકળે કંડારવા માટે અનેક લોકોએ વિડીયો પણ બનાવ્યા હતા અને સેલ્ફી ફોટા પાડ્યા હતા 

મોરબી ભાજપના આગેવાનો, પદાધિકારીઓ કે સરકારની હવે માટે આંખ ખુલશે ખરી?

લોકોમાં થતી ચર્ચા મુજબ મોરબીમાં વર્ષોથી ભાજપનું શાસન છે અને રાજ્યમાં સરકાર પણ ભાજપની હોવા છતાં મોરબીની આસપાસમાં અને શહેરમાં કોઈ હરવા ફરવા માટેનું સ્થળ ડેવલપ કરવામાં આવેલ નથી જેથી લોકો પાસે જે તે સમયે હરવા ફરવા માટેની એકમાત્ર સ્થળ ઝૂલતો પુલ હતો જેથી કરીને લોકો ત્યાં હરવા ફરવા માટે થઈને ગયા હતા અને તે પૈકીનાં 135 લોકોને તેના જીવ ગુમાવ્યા છે ત્યારે હવે ભાજપના આગેવાનો, પદાધિકારીઓ કે સરકારની ભવિષ્યમાં મોરબીમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે આંખ ખુલશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.








Latest News