મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી નજીક હોટલમાં બાળ શ્રમિકને કામે રાખીને શોષણ કરનાર હોટલના સંચાલક સામે કાર્યવાહી


SHARE













મોરબી નજીક હોટલમાં બાળ શ્રમિકને કામે રાખીને શોષણ કરનાર હોટલના સંચાલક સામે કાર્યવાહી

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ જુના જાંબુડીયા ગામ પાસે હોટલમાં બાળકને મજૂરી કામે રાખવામાં આવેલ હતો જેથી કરીને બાળકને કામે રાખનારા હોટલના સંચાલક સામે ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ જુના જાંબુડીયા ગામ પાસે પેટ્રોલ પંપની બાજુમાં આવેલ મઢૂલી રામદેવ હોટલ ખાતે સગીર વયના બાળકને કામે રાખવામાં આવ્યો હતો અને ત્યાં રાત્રે દરમિયાન તેની પાસેથી સાફ-સફાઈ, ટેબલ સફાઈ, વાસણ સફાઈ તથા રસોઈ બનાવવાનું કામ કરાવવામાં આવતુ હતું અને તે બાળકનું શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવતું હતું જેથી હોટલના સંચાલક ભીમારામ હિન્દુરામ ખારા (35) રહે. મુળ ખારા મેહચાન તાલુકો શિણધરી રાજસ્થાન હાલ રહે. જુના જાંબુળીયા ગામ પાસે મોરબી વાળાને પકડીને તેની સામે બાળ અને તરૂણ (પ્રતિબંધિત) કાયદાની સને-1986 ની કલમ- 3, 7 અને 14 (1) તથા જુવેનાઇલ જસ્ટીસ (કેર એંડ પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન) એક્ટ- 2015 ની કલમ 79 મુજબ ગુનો નોંધીને પોલીસે તેને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News