મોરબી જીલ્લામાં આવેલ કમ્ફર્ટ હોટલમાં પડેલ જુગારની રેડનો મામલો: તપાસ માટે એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમના ધામા હું કોઈનું કશું ચલાવી લેવાનો નથી, મોરબીની આયુષ હોસ્પિટલમાં 21 મહિનામાં PMJAY ના 11,393 કલેમ કરાયા હોય કલેકટરે કર્યો તપાસનો આદેશ હળવદ તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય- કલેક્ટર હાજર રહ્યા વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો ટંકારામાં ધારાસભ્યની હાજરીમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી તાલુકાને અતિવૃષ્ટિ નુકશાની વળતર પેટે 76 કરોડ ખેડુતોના ખાતામાં ચૂકવાયા મોરબીના જોધપર ગામે ડો.હસ્તીબેન મહેતાનો ૧૪૮ મો એકદિવસીય કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

હળવદમાં 15 ટકા વ્યાજે રૂપિયા આપીને યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરીને મારી નાખવાની ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ


SHARE











હળવદમાં 15 ટકા વ્યાજે રૂપિયા આપીને યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરીને મારી નાખવાની ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ

હળવદમાં ટીકર રેલવે સ્ટેશન નાલા પાછળના ભાગમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને અલગ અલગ સમયે રૂપિયાની જરૂરિયાત હોવાથી 45 હજાર રૂપિયા 15 ટકાના વ્યાજ લેખે લીધા હતા જેની સામે 70 હજાર જેટલી રકમ ચૂકવી દીધી છે તેમ છતાં પણ તેની પાસેથી લેવામાં આવેલા બેંકના કોરા ચેક બેંકમાં જમા કરાવીને ચેક રિટર્ન કરાવી જેલમાં ધકેલવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી ભોગ બનેલ યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લામાં જુદી જુદી જગ્યા ઉપર ગેરકાયદેસર વ્યાજના હાટડા ખોલીને વ્યાજખોરો દ્વારા તોતિંગ વ્યાજ વસૂલવાની ગેરકાયદે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે અને ઘણી વખત વ્યાજખોરોના ત્રાસના લીધે પરિવારના માળા વિખાય તેવી ઘટનાઓ પણ મોરબી જિલ્લામાં બની ચૂકી છે તેમ છતાં પણ વ્યાજખોરો ઉપર અંકુશ આવતો નથી તે હકીકત છે તેવામાં મોરબી જિલ્લાના હળવદ શહેરમાં ટીકર રેલવે નાણા પાછળના ભાગમાં રહેતા અને મજૂરી કામ કરતા દક્ષાબેન સુરેશભાઈ કુરિયા (34)એ હળવદ પોલીસ સ્ટેશન ખાતે બટુકભાઈ બાબુભાઈ કાંકરેચા રહે. માર્કેટ યાર્ડ સામે હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના પતિએ અલગ અલગ સમયે બારેક મહિનાના સમયગાળા દરમિયાન 45 હજાર રૂપિયા 15 ટકાના વ્યાજ લેખે આરોપી પાસેથી લીધેલા હતા અને તેની સામે ફરિયાદીના સેન્ટ્રલ બેન્કના એકાઉન્ટના કોરા ચેક બળજબરી પૂર્વક સહી કરાવીને આરોપીએ લીધેલા હતા અને 45 હજારની સામે અત્યાર સુધીમાં ફરિયાદીના પતિએ વ્યાજ સહિત 70 હજાર રૂપિયા પરત આપી દીધેલ છે તેમ છતાં પણ ફરી પાસેથી વધુ રૂપિયા પડાવવા માટે થઈને તેનું ઘર પડાવી લેવાની અને ફરિયાદીના પતિ પાસેથી અગાઉ લીધેલા બેંકના ચેકને રિટર્ન કરાવીને જેલમાં ધકેલી દેવાની ધમકી આપે છે તેમજ ફરિયાદીના પતિને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી કરીને મહિલા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી બટુક બાબુભાઈ કાંકરેચા (37) રહે. હળવદ વાળાની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ શખ્સની સામે અગાઉ દારૂ, મારા મારી, જુગાર અને વ્યાજને લાગતાં કુલ મળીને 8 ગુના નોંધાયેલ છે.






Latest News