મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી અને ભેળસેળ યુક્ત વસ્તુઓના વેચાણ પર નિયંત્રણ લાદવા આવેદન આપયુ CAA હેઠળ પાકિસ્તાનથી આવેલા વધુ 13 નાગરિકોને મોરબીના કલોકટરે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબીના બરવાળા પાસે રિક્ષા-ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે રિક્ષા ચાલક સામે ફરિયાદ
Breaking news
Morbi Today

ઉર્જા વિભાગની લીલીઝંડી: વાંકાનેરના ધારાસભ્યએ કરેલ રજૂઆતને ધ્યાને લઈને નવું ઢુવા સબ ડિવિઝન-ફોલ્ટ સેન્ટર બનશે


SHARE







































ઉર્જા વિભાગની લીલીઝંડી: વાંકાનેરના ધારાસભ્યએ કરેલ રજૂઆતને ધ્યાને લઈને નવું ઢુવા સબ ડિવિઝન-ફોલ્ટ સેન્ટર બનશે

વાંકાનેર તાલુકામાં ઢુવા આસપાસમાં સિરામિક સહિતના કારખાના આવેલ હોવાથી ત્યાં વીજ પુરવઠાને લઈને ઊભા થતાં પ્રશ્નો ઉકેલવા માટે વાંકાનેરના ધારાસભ્યને રજૂઆતો મળી હતી જેના આધારે ધારાસભ્યએ સરકારમાં કરેલ રજૂઆતને ધ્યાને લઈને ઉર્જા વિભાગમાંથી નવુ ઢુવા સબ ડિવિઝન બનાવવા માટેની લીલીઝંડી આપવામાં આવેલ છે જેથી કરીને અન્ય સબ ડિવિઝનના વર્ક લોડમાં ધરખમ ઘટાડો થશે.

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં ઓદ્યોગીક વિકાસ થઈ રહ્યો છે ત્યારે ઉદ્યોગમાં અને લોકોને સરળતાથી વીજ પુરવઠો મળે તે અનિવાર્ય છે તેવામાં ઢુવાની આસપાસના વિસ્તારમાં વીજ ધાંધીયા સહિતના પ્રશ્નો હતા જેના નિવારણ માટે થઈને ઉદ્યોગકારો દ્વારા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીને રજૂઆત કરવામાં આવી હતી જેના ઉકેલ માટે વાંકાનેરના ધારાસભ્ય દ્વારા ઉર્જા વિભાગમાં રજૂઆત કરવા આવી હતી જેને ધ્યાને લઈને ઉર્જા વિભાગમાંથી મંજૂરી આપવામાં આવેલ છે જેથી વાંકાનેર તાલુકાને ઢુવા સબ ડિવિઝન નવું ફોલ્ટ સેન્ટર મળશે. જેથી કરીને વાંકાનેર ગ્રામ્ય-1, વાંકાનેર ગ્રામ્ય-2 અને વાંકાનેર શહેર પેટા વિભાગ કચેરીનું પુનઃ ગઠન કરવામાં આવશે અને નવી ઢુવા પેટા વિભાગ કચેરી બનાવવા માટેની પીજીવીસીએલ દ્વારા આગળની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.














Latest News