મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે શાળાના પૂર્વ આચાર્યની પ્રતિમાનું શાળાના પટાંગણમાં અનાવરણ કરાયું


SHARE





























મોરબીના બગથળા ગામે શાળાના પૂર્વ આચાર્યની પ્રતિમાનું શાળાના પટાંગણમાં અનાવરણ કરાયું

મોરબીના બગથળા ગામે આવેલ સરકારી શાળામાં પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પૂર્વ આચાર્ય કે જેઓએ અનેક વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી તેઓની સ્મૃતિ કાયમ રહે તે માટે શાળાના પટાંગણમાં પૂર્વ આચાર્ય મગનલાલ રાઘવજીભાઈ પંડ્યાની પ્રતિમા બનાવી તેનું અનાવરણ કર્યું હતું તેઓએ વર્ષ 1957 થી 1975 દરમિયાન બગથળા તાલુકાના આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. અને બગથળા ગામને શિક્ષિત બનાવવામાં તેઓનો સિંહફાળો હતો. આટલું જ નહીં  તેમણે રાજ્યપાલના હસ્તે આદર્શ શિક્ષકનો એવોર્ડ પણ મળેલ હતો. અને તેઓએ નિવૃત્તિ થયા પછી પણ બગથળા ગામે આવેલ નકલંક મંદિરમાં વયવસ્થાપક તરીકે સારી સેવા આપી હતી જેથી કરીને તેઓની કાયમી સ્મૃતિ રહે તે માટે આ શાળાના પૂર્વ શિક્ષકો તથા ગામ લોકોની પ્રેરણાથી પૂર્વ વિદ્યાર્થી નિવૃત આઈએએસ અધિકારી વેલજીભાઈ કોરવાડીયા તથા ડો.અનિલભાઈ પટેલે દ્વારા પૂર્વ આચાર્યની પ્રતિમા શાળાના પટાંગણમાં મૂકવામાં આવી છે અને તેના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો.
















Latest News