માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારા સરકારી હપસ્પિટલમાં દર્દી માટે ડોક્ટર આખા વર્ષમાં ન મુકાયા..!


SHARE

















ટંકારા સરકારી હપસ્પિટલમાં દર્દી માટે ડોક્ટર આખા વર્ષમાં ન મુકાયા..!

ટંકારા સિવિલમાં છેલ્લા ઘણા સમયથી ડોકટર ના હોવાથી દર્દીઓ અને તેના સગાને હેરાન થવું પડે છે ત્યારે કહેવાતા નેતાઓના પેટનું પાણી આખા વર્ષમાં ન હલવાથી આજની તારીખે પણ કોઈ ડોક્ટર મુકાયા નથી જેથી કરીને દર્દીઓને ઘર આંગણે જ સારી સારવાર મળે તે માટે ડોકટર મૂકવા આવે તેવી માંગ ઉઠી છે

ટંકારાએ વેદની દ્રષ્ટિએ વિખ્યાત છે પણ વેદના માટે પણ પ્રખ્યાત છે એકાદ લાખની વસતિ વચ્ચે માત્ર એક જ સામુહિક આરોગ્ય કેન્દ્ર છે અને દવાખાનું ખુદ દવા માંગે છે સુવિધા નામે શુન્ય સરકારી હોસ્પિટલમાં હજારો દર્દી છેલ્લા સોળ વરસથી સાજા થવા ધખ્ખા ખાઈ છે અને હર વખતે એ ધખ્ખો ફોગટ જાય છે ટંકારા વાસી હજારો રૃપિયા ટેક્ષના આપી સરકાર પાસે એના સ્વસ્થને સાજા કરનારની માંગ વર્ષોથી કરે છે ગુજરાતના રાજ્યપાલના ગુરૂનુ ગામ દર્દથી પીડાતુ હોય અને કોઈ તંત્ર ધ્યાન પણ ન આપે તો પછી બિજા તાલુકાની હાલત શું થતી હશે તે સવાલ છે અને આ ટંકારામાં ડોક્ટર મૂકવામાં કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત કગથરાભાજપના સાંસદ મોહન કુંડારિયા ઉપર લોકો રિતસરનો ફિટકાર વરસાવી રહયા છે.




Latest News