ટંકારા સરકારી હપસ્પિટલમાં દર્દી માટે ડોક્ટર આખા વર્ષમાં ન મુકાયા..!
મોરબી જિલ્લા ભાજપના સ્નેહ મિલનની આમંત્રણ પત્રિકા મુદે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલને ફરિયાદ !: ઓડિયો વાઇરલ
SHARE









મોરબી જિલ્લા ભાજપના સ્નેહ મિલનની આમંત્રણ પત્રિકા મુદે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલને ફરિયાદ !: ઓડિયો વાઇરલ
મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આગામી તારીખ ૧૩ ના રોજ મુખ્યમંત્રીની હાજરીમાં મોરબી ખાતે ભાજપ પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ સ્નેહ મિલનની પત્રિકાની અંદરથી મોરબીના માજી ધારાસભ્યના નામની બાદબાકી કરવામાં આવી હોવાથી આ મુદ્દે પ્રદેશ ભાજપના પ્રમુખ સુધી ફરિયાદ કરવામાં આવી છે અને આ બાબતે યોગ્ય ન્યાય મળે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે થઈને પણ ભાજપના પાયાના કાર્યકર એવા યુવાન દ્વારા સી.આર. પાટિલ સથે ફોન ઉપર વાત કરવામાં આવી હતી અને પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને જે ઓડિયો હાલમાં વાઇરલ થયો છે
નવા વર્ષની એકમેકને શુભકામનાઓ પાઠવવા માટે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા, જેસંગભાઈ હુંબલ અને રણછોડભાઈ દલવાડીની આગેવાની હેઠળ મોરબી જિલ્લાની અંદર ભાજપ પરિવારનુ સ્નેહમિલન રાખવામાં આવ્યું છે અને આગામી તારીખ ૧૩ ના રોજ મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા કંપની સામે આવેલ જે.પી. ફાર્મ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહેવાના છે ત્યારે આ કાર્યક્ર્મની આમંત્રણ પત્રિકાને લઈને હાલમાં મોરબી જિલ્લાની અંદર વિવાદ શરૂ થયો છે
મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા હાલમાં સ્નેહ મિલન કાર્યક્રમ માટે જે આમંત્રણ પત્રિકા છાપવામાં આવી છે તેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મોરબીના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા સહિતના આગેવાનોના નામ લખવામાં આવ્યા છે જોકે મોરબી-માળિયા વિસ્તારની અંદર સતત ૨૫ વર્ષ સુધી ભાજપનો ગઢ જાળવીને રાખનારા અને સતત પાંચ વખત વિજેતા બનેલા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું નામ આમંત્રણ પત્રિકામાં ન હોવાથી કાંતિભાઇ અમૃતિયાના સમર્થક અને ભાજપના પાયાના પથ્થર જેવા કાર્યકર દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલને આ મુદ્દે ફોન કરવામાં આવ્યો હતો
મોરબી જિલ્લામાં ભાજપ ની અંદર આંતરીક ખટરાગ હોવાની વાતો તો ઘણી વખત સામે આવતી હોય છે ત્યારે હાલમાં જે સ્નેહમિલન કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે તેની આમંત્રણ પત્રિકાની અંદરથી ભાજપના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નામની બાદબાકી કરવામાં આવી હોવાથી તેના સમર્થક અને ભાજપના પાયાના કાર્યકરની લાગણી દુભાઈ છે જેથી કરીને પ્રદેશ ભાજપના પ્રમુખ સાથે ફોન ઉપર વાત કરવામાં આવી હતી અને વારંવાર જિલ્લા ભાજપ દ્વારા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે અન્યાય કરવામાં આવતો હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે અને સી.આર.પાટીલ દ્વારા પણ યોગ્ય કરવા માટે તેમના કહેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવેલ છે અને જે યુવાન દ્વારા પાટિલ સાથે વાત કરવામાં આવી હતી તેનો ઓડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે
