મોરબીના સિરામિક એસો.ના પ્રમુખોની વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ અંતર્ગત મિટિંગ મળી
મોરબી જિલ્લામાં એબીવીપી-હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા નવા વર્ષની અનોખી ઉજવણી કરાઇ
SHARE









મોરબી જિલ્લામાં એબીવીપી-હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા નવા વર્ષની અનોખી ઉજવણી કરાઇ
મોરબી જિલ્લામાં એબીવીપી દ્વારા ચલો વહા દીપ જલાંયે ,જહા આજ ભી અંધેરા હે !! દીપાવલી પર્વ નિમિતે એબીવીપી દ્વારા સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત મોરબી શહેર ઉપરાંત મોરબી જીલ્લાના દરેક તાલુકામાં સેવાવસ્તીના વિસ્તારોમાં નાના બાળકોને મીઠા, નાસ્તો તેમજ ફટાકડા આપી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી તો હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા સેન્ટર પોઇન્ટ હોટેલમાં ૭૦ બાળકોને જમાડવા લઈ જવામાં આવ્યા હતા અને બાળકોને એક અનેરો આનંદ આવ્યો હતો આ પ્રોજેક્ટ સ્વ. ભુપેન્દ્રભાઇ મૂળવંતરાય ઠાકરના અવસાન પાછળ અને તેમના પત્નીના જન્મ દિવસ નિમિત્તે તેમના દિકરા દ્વારા તેની માતા ખુશ થાયએ આશયથીથી બાળકોને સેન્ટર પોઇન્ટ હોટેલમાં જમાડવા લઈ જવામાં આવ્યા હતા અને દાતા રવિરાજ ભુપેન્દ્રભાઇ ઠાકર હતા આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રુપના પ્રમુખ અજજૂભાઇ, સંજય માલી, અશોક પરમાર, ધર્મેન્દ્ર લોદરીયા, ભાવિન શેઠ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી
