વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી હળવદ-માળિયા હાઇવે રોડ ઉપર ડબલ સવારી બાઇક આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી દારૂની આઠ બોટલ સાથે બે શખ્સની ધરપકડ, એકની શોધખોળ


SHARE







મોરબીમાંથી દારૂની આઠ બોટલ સાથે બે શખ્સની ધરપકડ, એકની શોધખોળ

મોરબીમાં રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ઉમા બંગલો સામેથી પસાર થઈ રહેલા બે શખ્સને રોકીને પોલીસ દ્વારા તેને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની આઠ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 5,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય ત્રણ શખ્સની સામે ગુનો નોંધીને બાકી રહેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ ઉમા બંગલો સામે રોડ પરથી પસાર થઈ રહેલા બે શખ્સને રોકવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા તેને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તે બંને પાસેથી દારૂની આઠ બોટલો મળી આવી હતી જેથી પોલીસને 5,600 ની કિંમતના દારૂના જથ્થા સાથે દેવરાજ બાબુભાઈ છુસિયા (25) રહે. લીલાપર રોડ ખડીયાવાસ મોરબી અને જયદીપ પ્રભુભાઈ દલસાણીયા (32) રહે. વિવેકાનંદ નગર રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં અરવિંદ બાટી રહે. વજેપર મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે આ ત્રણેયની સામે એ ડિવિઝન ખાતે ગુનો નોંધીને બાકી રહેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અડધી બોટલ દારૂ

વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ નાકા પાસેથી પસાર થઈ રહેલા એકટીવા ચાલકને રોકીને પોલીસો ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની અડધી બોટલ મળી આવતા પોલીસે 200 ની કિંમતની દારૂની બોટલ સહિતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને આરોપી અબ્બાસ ઉર્ફે આમદ આદમભાઈ કટીયા (28) રહે. નવાપરા પંચાસર રોડ વાંકાનેર વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News