મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત
Breaking news
Morbi Today

સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન


SHARE





















મોરબી એકોર્ડ સિરામિક ગ્રુપના મોભી અને મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આજે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સરડવા પરિવાર તથા મહાપાલિકાના કમિશનર સહિતનાઓની હાજરીમાં મહારાણા પ્રતાપ સર્કલથી લઈને સર્કિટ હાઉસ સુધીના રસ્તાને ચકચકાટ સાફ કરીને સ્વ. નરભેરામભાઈ સરડવાને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

મોરબી સિરામિક મેન્યુ. એસો.ના પુર્વ પ્રમુખ અને એકોર્ડ ગૃપના ફાઉન્ડર ચેરમેન તેમજ સમાજસેવક  સ્વ. નરભેરામભાઇ માવજીભાઈ સરડવાની આજે પ્રથમ માસિક પુણ્યતિથિ હોય મોરબી એકોર્ડ સિરામિક ગૃપ દ્વારા મહાસફાઇ અભિયાન દિવાળીના પાવન પર્વને ધ્યાને રાખીને કરવામાં આવી રહ્યું છે આ મહાસફાઇ અભિયાન મોરબીમાં સામાકાંઠે વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલથી સર્કીટ હાઉસ સુધીના રોડ ઉપર હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે જેસીબી, ટ્રેક્ટર તેમજ બહોળી સંખ્યામાં સરડવા પરિવારના સભ્યો અને એકોર્ડ સિરામિક ફેક્ટરીના શ્રમિકો સફાઈ અભિયાનમાં જોડાયા છે આ તકે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગિતા રૈયાણી તેમજ એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના ચેરમેન રમાબેન બોપલિયા અને કેતનભાઈ બોપલિયા તેમજ સિરામિક મેન્યુ એસો.ના પ્રમુખ નરેન્દ્રભાઇ સંઘાત તથા ખીમજીભાઈ સરડવા,ચતુરભાઇ સરડવા, ભરતભાઈ સરડવા, કિશોરભાઈ સરડવા તેમજ સાગરભાઇ સરડવા સહિતના હાજર રહ્યા હતા અને મોરબીના સામાકાંઠા વિસ્તારનો મુખ્ય રોડ ચકચકાટ સાફ કરીને સ્વ. નરભેરામભાઈ સરડવાને પ્રથમ માસિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી










Latest News