વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારી યુવાન પાસેથી રોકડા, મોબાઇક અને બુલેટ મળીને 8.56 લાખનો મુદામાલ પડાવી લઈને ખંડણી માંગનારા આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં વેપારી યુવાન પાસેથી રોકડા, મોબાઇક અને બુલેટ મળીને 8.56 લાખનો મુદામાલ પડાવી લઈને ખંડણી માંગનારા આરોપીની ધરપકડ

મોરબીમાં દુકાન ધરાવતા વેપારી યુવાન પાસેથી સનાળા ગામના શખ્સ દ્વારા ખંડણી માંગવામાં આવતી હતી અને સમયાંતરે તેની પાસેથી રોકડા 5,43,000 તેમજ મોબાઇલ ફોન અને બુલેટ આમ કુલ મળીને 8.56 લાખનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો. આટલું નહીં પરંતુ વીરપર અને મીતાણા લઈ જઈને ત્યાં લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. જેથી યુવાનને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં મુખ્ય આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રહેતા અને સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી યુવાન દેવકુમાર ચેતનભાઇ સોરીયા (21)એ થોડા દિવસો પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ વેલાભાઈ રબારી તથા તેની સાથે રહેલા આજાણ્યા બે શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, વિશાલ રબારી સાથે તેને કોઈપણ જાતની રૂપિયાની લેતી દેતી થઈ ન હતી તેમ છતાં પણ તેની પાસે બળજબરીથી ખંડણી માંગવામાં આવતી હતી અને અલગ અલગ સમયે તેની પાસેથી વિશાળ રબારીએ 5.46 લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતા.

 

આટલું જ નહીં આ યુવાન પાસેથી તેનો આઈ ફોન 15 પ્રો જેની કિંમત 60 હજાર તથા અઢી લાખ રૂપિયાની કિંમતનું બુલેટ પણ બળજબરીથી પડાવી લેવામાં આવ્યું હતું ત્યાર બાદ ફરિયાદી યુવાન મોરબીના સનાળા રોડ ઉપરથી તેના પિતા સાથે જઈ રહ્યો હતો ત્યારે તેને આરોપીઓ લઈ ગયા હતા અને ત્યારબાદ ટંકારા તાલુકાના વીરપર ગામની ખીણમાં તેમજ મીતાણા ગામ નજીક લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્યારે યુવાનને માર માર્યો હતો. જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી. અને હાલમાં આ ગુનામાં પીએસઆઈ સી.એમ. કરકર અને તેની ટીમના ધ્રુવરાજસિંહ દ્વારા આરોપી વિશાલ વેલજીભાઇ આલ જાતે રબારી (24) રહે. શક્તિ માતાજીનાં મંદિર પાછળ શનાળા ગામ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના ચાચાપર ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સોનલબેન રમેશભાઈ બારૈયા (19)એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

વધુ પડતી દવા પી લીધી

મોરબીમાં બાપા સીતારામ ચોક પાસે આવેલ નરસંગ સોસાયટીમાં રહેતા હેતવીબેન જયેશભાઈ પરેચા (36)એ કોઈ કારણોસર વધુ પડતી દવાની ગોળીઓ પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News