મોરબીમાં ડાયાબિટીસ નિવારણ માટે યોજાયેલ યોગ શિબિરનો પ્રારંભ
SHARE
મોરબીમાં ડાયાબિટીસ નિવારણ માટે યોજાયેલ યોગ શિબિરનો પ્રારંભ
વિશ્વ ડાયાબિટીસ દિવસના ઉપલક્ષમાં, ડાયાબિટીસ મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ડાયાબિટીસ નિવારણ માટે ખાસ 15 દિવસની યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના સયુંકત ઉપક્રમે શ્રીસરસ્વતી શીશુ મંદિર મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ યોગ શિબિરમાં બહોળી સંખ્યામાં રજીસ્ટર કરાવીને ડાયાબિટીસ પેશન્ટ જોડાયા હતા.
મોરબીમાં રહેતા પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જે.એસ. ભાડેસિયા, ડૉ. વિજયભાઈ ગઢીયા, ડૉ.પ્રવીણ વડાવિયા અને ડો. ચિરાગ આધારાની પ્રેરક ઉપસ્થિતિમાં શિબિર પ્રારંભ કરવામાં આવ્યો હતો અને તેઓનું માર્ગદર્શન દરેક લોકોમે મેળવ્યું હતું. આ તકે યોગ, આયુર્વેદ અને એલોપેથીના ત્રિવેણી સંગમ વિશેની વાત ડો.પ્રવીણભાઈ વડાવિયા દ્વારા રજૂ કરાયેલ અને આયુર્વેદ દ્વારા શરીરને તંદુરસ્ત રાખવા અંગે અત્યંત જરૂરી જાણકારી આપવામાં આવી હતી. તો ડો.વિજયભાઈ ગઢીયા દ્વારા ડાયાબિટીસ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી અને ડાયાબિટીસને દૂર રાખવા જીવન શૈલીમાં કરવાના થતાં ફેરફારોની સમજ આપવામાં આવી હતી. જયારે .ડો.ચિરાગ અધારા દ્વારા યોગ અને એક્સરસાઇઝનું મહત્વ જણાવેલ અને ડાયાબિટીસ વાળા લોકોને આ બાબતની સંપૂર્ણ જાણકારી આપી રોગમાંથી બહાર નીકળીને તંદુરસ્ત બને તેવા લાગણી વ્યકત કરી હતી આ ખાસ ડાયાબિટીસ નિવારણ યોગ શિબિરને સફળ બનાવવા મોરબી ઇન્ડિયન મેડિકલ એસો.ની ટીમ, આરોગ્ય વિભાગ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મોરબી જિલ્લાની સમસ્ત ટીમ સતત કાર્યરત રહેલ તેવું મોરબી જિલ્લા કો-ઓર્ડીનેટર રૂપલબેન શાહે યાદીમાં જણાવેલ છે