મોરબીમાં ગુરુનાનક જયંતીની વાજતે ગાજતે શોભાયાત્રા સાથે ઉજવણી કરાઇ
મોરબી તાલુકામાંથી અપહરણ કરાયેલ બાળક સાથે આરોપી રાજકોટ નજીક વાડીમાંથી ઝડપાયો
SHARE
મોરબી તાલુકામાંથી અપહરણ કરાયેલ બાળક સાથે આરોપી રાજકોટ નજીક વાડીમાંથી ઝડપાયો
મોરબી તાલુકાના નાગલપર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા એમપીના યુવાનના દીકરાનું કોઈ કારણોસર અપહરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે બાળકને શોધવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નાગલપર ગામની સીમમાં આવેલ ભાવેશભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કમલ ભારસિંઘ સોલંકી (32) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બબલુ પ્રકાશ નીનામા રહે. હાલ રાજપર ગામની સીમવાળાની સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, આરોપી બબલુ નીનામા અગાઉ તેની સાથે મજૂરી કામ કરતો હતો અને તે ફરિયાદીના 13 વર્ષના દીકરા શિવા કમલભાઈ સોલંકીનું અપહરણ કરીને લઈ ગયેલ છે જેથી ભોગ બનેલ બાળકને શોધવા માટે અને આરોપીને પકડવા માટે પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી.
મોરબી તાલુકાનાં પીઆઇ એન.આર મકવાણાની સૂચના મુજબ તપાસનીસ અધિકારી પીએસઆઇ ડી.ડી.જોગેલા અને તેની ટિમ કામ કરી રહી હતી તેવામાં ભોગ બનનાર તથા આરોપી રાજકોટ શહેર પાસેના નવાગામની સીમમાં રવિભાઇ ડાંગરની વાડીએ છે તેવી માહિતી મળી હતી. જેથી ત્યાં તપાસ કરતા ભોગ બનનાર તથા આરોપી મળી આવ્યા હતા જેથી તેને હસ્તગત કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને લઈને આવ્યા હતા અને ભોગ બનનાર બાળકને તેના પરીવારને સોંપી દેવામાં આવ્યો હતો અને આરોપી બબાલુભાઇ ઉર્ફે લખન પ્રકાશભાઇ નિનામા જાતે અનુ. જાતી (27) રહે. હાલ રાજપર ગામની સીમ ગોશાળા સામે બાલુકાકાની વાડીએ મોરબી મુળ ખરાખરજી ગામ એમપી વાળાની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.