મોરબી તાલુકામાંથી અપહરણ કરાયેલ બાળક સાથે આરોપી રાજકોટ નજીક વાડીમાંથી ઝડપાયો
છત્તીસગઢથી ગુમ થયેલ વૃધ્ધાને મોરબીના રંગપરગામેથી શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યુ
SHARE
છત્તીસગઢથી ગુમ થયેલ વૃધ્ધાને મોરબીના રંગપરગામેથી શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યુ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગણેશભાઇ રામકુમાર યાદવ રહે. દાવપારા ચોક પાસે તા.જી. મુંગેરી છત્તીસગઢ વાળાઓએ આવી જાણ કરેલ હતી કે તેઓના માતા મીનાબેન રામકુમાર યાદવ (55) રહે. દાવપારા ચોક પાસે તા.જી.મુંગેરી વાળા અસ્થિર મગજના તેમજ વયોવૃધ્ધ હોય જે છત્તીસગઢ રાજ્યના દાવપારા ચોકથી ગઇ તા.23/10/24 ના રોજ ટ્રેનમાં બેસી જતા રહેલ હતા અને હાલે તે મોરબી જીલ્લામાં હોવાની માહીતી આપી હતી જેથી કરીને પોલીસે તપાસ શરૂ કરી હતી અને રંગપર ગામની સીમમાં સ્ટેનફોર્ડ સિરામીક કારખાનામાં વૃદ્ધા હોવાની હકીકત મળતા મોરબી તાલુકાનાં પીઆઇ એન.આર મકવાણાની સૂચના મુજબ તાલુકાની ટીમના અશ્વિનભાઈ ઝાંપડીયા, વિજયભાઈ ગોલતર અને ખમાબેન બગોદરીયા ત્યાં પહોચ્યા હતા અને ખરાઇ કરતા વૃદ્ધા ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને તેનું મોરબી તાલુકા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું