મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ નજીક કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં


SHARE































ટંકારાના લજાઈ નજીક કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર લજાઈ ગામ નજીક કાર ચાલકે બે યુવાનોને લીધા હતા જેથી કરીને ઈજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને તે પૈકીના એક યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર જીઆઇડીસીની સામેના ભાગમાં આવેલ ઈશ્વર આર્યનગરમાં રહેતા વિકાસ નરેશભાઈ ચંદવાણી (32) અને કુલદીપ કિર્તીભાઈ ધાનાણી (27) નામના બે યુવાનોને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઈ ચોકડીથી ઉમા સંસ્કારધામ વચ્ચેના ભાગમાં અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી ઈજા પામેલા બંને યુવાનોને સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં વિકાસ ચંદવાણીને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

તરુણ સારવારમાં

મૂળ છોટાઉદેપુર ગામના રહેવાસીને હાલમાં જોધપર ગામ પાસે રહેતા વેરસીંગભાઇ રાઠવાનો 15 વર્ષનો દીકરો જયદીપ બાઈકમાંથી કોઈ કારણોસર પડી જતા તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

આધેડ સારવારમાં

ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે રહેતા વસંતભાઈ અમરશીભાઈ ઉજરીયા (53) નામના આધેડ બાઈકમાં સાલ ઓઢીને બેઠા હતા ત્યારે બાઈકના વ્હીલમાં સાલ આવી જવાના કારણે તેઓ રસ્તા ઉપર નીચે પડી ગયા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

પડધરી તાલુકાના ખાખળાબેલા દરબારવાસમાં રહેતા દશરથમાં રણજીતસિંહ જાડેજા (56) નામના મહિલા વાડીએથી બાઇકમાં બેસીને ઘરે જતા હતા ત્યારે રસ્તામાં કોઈ કરણોસર બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઈજા થતી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે












Latest News