મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી અને ભેળસેળ યુક્ત વસ્તુઓના વેચાણ પર નિયંત્રણ લાદવા આવેદન આપયુ CAA હેઠળ પાકિસ્તાનથી આવેલા વધુ 13 નાગરિકોને મોરબીના કલોકટરે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબીના બરવાળા પાસે રિક્ષા-ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે રિક્ષા ચાલક સામે ફરિયાદ મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા કાલે મહાપાલિકાના પટાંગણમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા કરાશે લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ હળવદના સુખપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત હળવદમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીની પાંચ ખાનગી શાળાને વેકેશનમાં ચાલુ રાખતા કારણદર્શક નોટીસ


SHARE







































મોરબીની પાંચ ખાનગી શાળાને વેકેશનમાં ચાલુ રાખતા કારણદર્શક નોટીસ

સરકારે દિવાળી વેકેશન જાહેર કર્યું હતું તેવામાં છેલ્લા સપ્તાહમાં મોરબીના માર્ગો ઉપર વિદ્યાર્થીઓને લઈ જતી ખાનગી શાળાની બસો જોવા મળી હતી જેથી કરીને વેકેશનમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખનાર મોરબી જિલ્લાની પાંચ ખાનગી શાળાઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આગામી પાંચ દિવસમાં ખુલાસો કરવા માટે આદેશ કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું તો પણ મોરબી જિલ્લામાં દિવાળી વેકેશન દરમિયાન કેટલીક ખાનગી શાળા ચાલુ કરવામાં આવી હતી અને તેની બસો વિદ્યાર્થીને લઈ જતી અને લઈ આવતી મોરબીના માર્ગો ઉપર જોવા મળી હતી જેથી કરીને વાયરલ વિડીયો આધારે જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસનો આદેશ કરવામાં આવેલ હતો અને જે શાળાની બસના વિડીયો વાઇરલ હતા તે શાળા વેકેશનમાં ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં નાલંદા વિધાલય, આર્ય વિધાલય, માસૂમ વિધાલય, એલીટ ઇન્ટરનેશનલ સ્કૂલ અને નીલકંઠ વિધાલયને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે અને પાંચ દિવસમાં ખુલાસો કરવાનો આદેશ કરવામાં આવેલ છે તેવી માહિતી જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીના પ્રવીણભાઈ અંબારીયા પાસેથી જાણવા મળેલ છે.














Latest News