મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત
SHARE
મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બરવાળા ગામ પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બંને યુવાનોને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે બંનેના મોત નીપજયાં હતા જ્યારે રીક્ષા ચાલકને ઇજાઓ થઈ હોવાથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે
મોરબીના જુદા જુદા માર્ગો ઉપર અવારનવાર જીવલેણ અકસ્માતના બનાવ બનતા હોય છે આવો જ બનાવ ગુરુવારે મોડી સાંજે મોરબીના નવલખી રોડ પર સર્જાયો છે અને બરવાળા ગામ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બે યુવાનોના મોત નીપજયાં છે વધુમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે ખેવારીયા ગામે રહેતા સંજયભાઈ ભીખાભાઈ ડારા (27) અને હાર્દિકભાઈ અરવિંદભાઈ રાઠોડ (23) નામના બે યુવાનો બેંકનું કામ પતાવીને નાસ્તો કરીને પોતાના ઘર તરફ બાઇકમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બરવાળા ગામ પાસે રીક્ષા નંબર જીજે 36 યુ 8018 સાથે તેઓના બાઈકનો અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બંને યુવાનોને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે બંને યુવાનોના મોત નિપજ્યાં છે જ્યારે રીક્ષા ચાલક સાગરભાઇ નંદલાલભાઈ દંતેસરીયા (28) રહે. ઘુટુ વાળાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને ફરિયાદ લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે