મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે ફાઇનાન્સની ઓફિસનું શટર-તિજોરી ખોલીને રોકડા 7 લાખની ચોરી


SHARE







મોરબીના શનાળા રોડે ફાઇનાન્સની ઓફિસનું શટર-તિજોરી ખોલીને રોકડા 7 લાખની ચોરી

મોરબીના સનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમાં માઇક્રો ફાઇનાન્સ પ્રા. લિ. નામની ઓફિસના શટરના તાળાં ખોલીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઓફિસમાં પ્રવેશ કરીને તિજોરીના લોક ખોલીને તેમાંથી રોકડા 7,01,500 ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ પડધરી તાલુકાના ખોખરી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના નાનીવાવડી રોડ ઉપર ભૂમિ ટાવરની પાછળના ભાગમાં કબીર પાર્કમાં રહેતા જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (36)એ અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં માઈક્રો ફાઇનાન્સ પ્રા.લિ. નામની તેમની ઓફીસ આવેલ છે અને તેના શટરના તાળા ખોલીને ઓફિસની અંદર પ્રવેશ કરી તિજોરીમાં રાખવામાં આવેલ રોકડા 7,01,500 ની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા તેની ટીમ ચલાવી રહી છે.




Latest News