મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યામોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું
Breaking news
Morbi Today

ટંકારામાં ઘોડી ભેંસ સાથે અથડાતાં બે યુવાનોને ધોકા-પાઇપ વડે બે શખ્સોએ માર માર્યો


SHARE













ટંકારામાં ઘોડી ભેંસ સાથે અથડાતાં બે યુવાનોને ધોકા-પાઇપ વડે બે શખ્સોએ માર માર્યો

ટંકારા તાલુકાના સરાયા ગામે ઘોડી લઈને નીકળેલા યુવાનની ઘોડી ભેંસ સાથે ભટકાતા યુવાનને ગાળો આપી હતી જેથી યુવાને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ શખ્સે પાઇપ વડે તથા બીજા શખ્સે લાકડાના ધોકા વડે યુવાન સહિત બે વ્યક્તિને માર માર્યો હતો જેથી જા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી અને હાલમાં વળતી ફરિયાદ નોંધાછે જેમાં નયુમભાઈ મુસાભાઇ વિકીયા (24)ઈરફાન ઈબ્રાહીમભાઇ જુણેજા અને કાળુ મામદભાઈ કેડ રહે. બંને સરાયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી પોતાની ઘોડી લઈને જતો હતો ત્યારે ઈરફાનની ભેંસ સાથે ઘોડી અથડાતા તે બાબતે આરોપીએ ફરિયાદીને ગાળો આપી હતી જેથી તેને ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે હાથમાં રહેલ પાઇપ ડે સાહે અયુબભાઈને માથામાં માર માર્યો હતો તેમજ આરોપી કાળુ કેડે લાકડાના ધોકા વડે ફરિયાદીને વાસાના ભાગે તથા સાહેને માથામાં માર માર્યો હતો જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.








Latest News