હળવદના રાયસંગપર નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડ સારવારમાં
હળવદના ઇંગોરાળામાં છોકરા બાબતે કહેવા ગયેલા મહિલાને બે મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો
SHARE
હળવદના ઇંગોરાળામાં છોકરા બાબતે કહેવા ગયેલા મહિલાને બે મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો
હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે રહેતી મહિલા છોકરા બાબતે કહેવા માટે થઈને ગઈ હતી ત્યારે આરોપીઓને સારું નહીં લાગતા બે મહિલા સહિત ચાર વ્યક્તિઓએ તે મહિલાને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલ મહિલાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે રહેતા શીતલબેન હસમુખભાઈ પરમાર (28)એ હરદીપસિંહ કિરીટસિંહ ઝાલા, બ્રીજરાજસિંહ કિરીટસિંહ ઝાલા, હરદીપસિંહ ઝાલાના પત્ની અને બ્રિજરાજસિંહ ઝાલાના પત્ની રહે. બધા ઇંગોરાળા વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ આરોપીઓને તેના નાના નાના છોકરા બાબતે કહેવા માટે ગયા હતા ત્યારે ફરિયાદીને આરોપીઓએ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઈજા પામેલ મહિલને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
મારા મારીમાં ઇજા
હળવદ તાલુકાના સુરવદર ગામે ઘર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં નિર્મલાબેન સુરેશભાઈ ગડેશિયા (22)ને ઇજા થયો હોવાથી ઇજા પામેલ મહિલાને પ્રથમ હળવદને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
યુવાન સારવારમાં
વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા નરેશભાઈ રમેશભાઈ ચાવડા (38) નામનો યુવાન ગ્રામ પંચાયત પાસેથી સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે પડી ગયો હતો જેથી તેને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
ગાડી પલટી મારી જતાં બે ને ઇજા
જોડિયા રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે ગાડી પલટી જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં અમદાવાદના નરોડા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા મનોજ શંકરભાઈ ગામેતી (36) અને મૂળ યુપીના રહેવાસી નંદરામ માનસિંગ (58) નામના બે વ્યક્તિઓને ઇજા થવાથી ઇજા પામેલા બેનને વ્યક્તિને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપોમે આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.