હળવદના ઇંગોરાળામાં છોકરા બાબતે કહેવા ગયેલા મહિલાને બે મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો
મોરબીના નજરબાગ ફાટક પાસેથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ
SHARE
મોરબીના નજરબાગ ફાટક પાસેથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ
મોરબીમાં આવેલ નજરબાગ ફાટક પાસે એલસીબીની ટીમે ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને આ બાઇક ભડીયાદ રોડે ઉપરથી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું છે જેથી આરોપી અને ચોરાઉ બાઇકને બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે.
મોરબીના જુદાજુદા વિસ્તારમાંથી બાઇક ચોરીની ઘટના અવાર નવાર સામે આવે છે જેથી કરીને વાહન ચોરીના બનાવોને રોકવા માટે પોલીસ કામ કરી રહી છે તેવામાં મોરબીના ભડીયાદ રોડ ઉપર આંબેડકર કોલોની સામેથી બાઈકની ચોરી કરવામાં આવી હતી અને તે ચોરાઉ બાઇક સાથે આરોઈ નજરબાગ ફાટક પાસે ઉભો હોવાની મોરબી જિલ્લા એલસીબીની ટીમને બાતમી મળી હતી જેથી કરીને ત્યાં જઈને એલસીબીની ટીમે ચોરાઉ બાઇક આરોપી અશોકભાઈ ગાંડુભાઈ ઉઘરેજા (35) રહે. નવા વધાસીયા તાલુકો વાંકાનેર વાળાને ઝડપી લીધો હતો અને હાલમાં આરોપી તેમજ મુદામાલ બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે