મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા માતા-પિતાની નજર સામે માસૂમ દીકરીનું મોત


SHARE













મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા માતા-પિતાની નજર સામે માસૂમ દીકરીનું મોત

મોરબીની રવિરાજ ચોકડી પાસેથી બાઈક ઉપર દંપતી તેની દીકરી સાથે પસાર થઈ રહ્યું હતું દરમિયાન ટ્રકના ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં બાળકી રસ્તા ઉપર નીચે ટકાતા તેને માથામાં અને શરીરે ગંભીર ઈજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું તેમજ દંપત્તિને ઈજા થઈ હતી જેથી ઈજાગ્રસ્ત દંપતીને સારવારમાં ખસેડવા આવ્યું હતું અને હાલમાં અકસ્માતના આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જળવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં સ્વામિનારાયણ ગુરુકુળની પાછળના ભાગમાં આવેલ ધરમશીભાઈ ભીમજીભાઇ અઘારાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રેવા રામ સોહનરામ બામણીયા (31) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 12 બીએક્સ 2121 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, તેઓના સાઢુભાઈ નંદલાભાઈ ઉર્ફે શિવરામભાઈ નાનસિંહ વાસ્કલે અને તેના પત્ની બુધીબાઇ તેમજ દીકરી રીન્કુ બાઇક નંબર જીજે 36 સી 0703 ઉપર મોરબીની રવિરાજ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓને ખાલી સાઇડથી હડફેટે લીધા હતા જેથી કરીને રીન્કુ બાઈક ઉપરથી નીચે ટકાતા તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી અને તેનું મોત નીપજયું હતું જો કે, ફરિયાદીના સાઢુભાઈ નંદલાભાઈ તેમજ બુધીબાઇને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

અકસ્માત થતાં યુવાનને ઇજા, વાહનમાં નુકશાન

મોરબીના નાનીવાવડી ગામે આવેલ જય શક્તિ સોસાયટી શેરી નં-1 માં રહેતા સુનિલભાઈ ડાયાભાઈ વાઘેલા (48)એ સુપર કેરી ગાડી નંબર જીજે 36 વી 1517 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, મોરબીમાં માળિયા ફાટકથી સર્કિટ હાઉસના ગેટ તરફ જવાના રસ્તા ઉપરથી આરોપી તેના હવાલા વાળું વાહન લઇને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે ફરિયાદીના બાઈક નંબર જીજે 3 એજી 9417 ને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો ત્યારે ફરિયાદીના બંને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી અને ડાબા હાથમાં હાસડીના ભાગે પણ ઈજા થઈ હતી તથા તેના બાઈકમાં નુકસાન થયું હતું જોકે અકસ્માત સર્જીને સુપર કેરી વાહનનો ડ્રાઈવર તેનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News