મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા માતા-પિતાની નજર સામે માસૂમ દીકરીનું મોત
મોરબીમાં કોઈપણ સ્થળે CPR ટ્રેનિંગ યોજાવા માટે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરો
SHARE
મોરબીમાં કોઈપણ સ્થળે CPR ટ્રેનિંગ યોજાવા માટે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરો
કોરોના બાદ આપણે અવારનવાર સાંભળતા રહીએ છીએ કે દસ વર્ષના બાળકથી લઈને 35 વર્ષના યુવાનનું હૃદય રોગના સ્ટોકથી માત્ર પાંચ જ મિનિટમાં મૃત્યુ થઈ જતું હોય છે. જો આ સંજોગોમાં હુમલાબાદની પાંચ મિનિટમાં જો કોઈ દ્વારા તે વ્યક્તિને સીપીઆર આપી હોસ્પિટલે પહોંચાડવામાં આવે તો કદાચ તેની બચી જવાની શક્યતાઓ રહેલી હોય છે જેથી મોરબીમાં કોઈપણ સ્થળે આ ટ્રેનિંગ કોઈ પણ સંસ્થા કે પછી એસો.એ યોજવી હોય તો તે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખનો સંપર્ક કરી શકે છે.
મોરબીના વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા રાજકોટની ગોકુલ હોસ્પિટલ સાથે સંકલન કરી મોરબી ખાતે CPR ટ્રેનિંગ ગોઠવવાનું આયોજન કરેલ છે. જેમાં કોઈપણ એસોસિએશન, ક્લબ, શાળા, કોલેજ, ફેક્ટરી તેમજ આપણા સારા પ્રસંગોએ ભેગા થતા વધુમાં વધુ લોકોને હૃદય રોગથી બચવા તેમજ જો કોઈને હૃદય રોગનો હુમલો આવ્યો હોય તો પ્રાથમિક CPR પદ્ધતિથી સારવાર કઈ રીતે આપવી તે અંગે રાજકોટની ગોકુલ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરો આપના જે તે સ્થળે ટ્રેનિંગ આપીને માનવ જિંદગીને બચાવવામાં મદદરૂપ થશે. જેથી કરીને કોઈપણ સ્થળે CPR ટ્રેનિંગ ગોઠવવા ઇચ્છતા હોય તો વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ડો.પરેશ પારીઆનો મોબાઈલ નંબર 8732918183 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.