વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા યોજાશે ૯ મો સમૂહ લગ્નોત્સવ, જોડાવા અપીલ મોરબી: વનાળિયા ગામે શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ તેમજ સલામતી સપ્તાહની ઉજવણી મોરબીની વાવડી ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા દિકરીના ઘરે જઇ રહેલા આધેડનું મોત એકસકલુસીવ બ્રેકિંગ: રાજકોટની યુવતીની હત્યા કરી શરીરના કટકા કોથળામાં ભરીને તાંત્રિક નવલસિંહ ચાવડા વાંકાનેર નજીક દાટી ગયેલ તેને પોલીસે આજે ખોદીને કાઢ્યા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે; આવતીકાલ, ૧૨ ડિસેમ્બરે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે મોરબી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રોડક્ટસના સ્ટોલ ઉભા કરાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પેસેન્જર બેસાડવાનો ખાર રાખીને આધેડ રિક્ષા ચાલકને બે શખ્સોએ માર મારીને માથું ફાડી નાખ્યું


SHARE











મોરબીમાં પેસેન્જર બેસાડવાનો ખાર રાખીને આધેડ રિક્ષા ચાલકને બે શખ્સોએ માર મારીને માથું ફાડી નાખ્યું

મોરબી તાલુકાના બંધૂનગર ગામની સીમમાં આવેલ પેટ્રોલપંપ સામેથી આધેડ પોતાની રિક્ષામાં પેસેન્જરને બેસાડીને પસાર થઈ રહ્યા હતા ત્યારે અન્ય રીક્ષા ચાલકોએ તેને રોકીને “અમે ક્યારૂના પેસેન્જર વારામાં રીક્ષાયુ લઈને બેઠા છી અને તમે કેમ આડેથી અમારા વારા પેસેન્જર ભરીને જતા રહો છો” તેવું કહીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ આધેડને ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યા હતા તેમજ હાથમાં પહેરેલ કળા જેવી વસ્તુનો હથિયાર તરીકે ઉપયોગ કરીને આધેડને માથા તથા છાતીએ માર માર્યો હતો જેથી આધેડને માથામાં ગંભીર ઇજા થઈ હતી માટે તેને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં આધેડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ચોટીલામાં આવેલ ઘાંચીવાડાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છુનગરમાં રહેતા ભીખાભાઈ નાજાભાઇ ચૌહાણ (52)એ હાલમાં કાળુ પરબતભાઈ ભરવાડ અને ભુરા પરબતભાઈ ભરવાડ રહે. બંને પલાસ તાલુકો વાંકાનેર વાળા સામે મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છેકે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર ગામ નજીક પેટ્રોલપંપની સામેથી તે પોતાની રિક્ષામાં સરતાનપર ચોકડી પાસેથી પેસેન્જરને બેસાડીને પસાર થઈ રહ્યા હતા દરમિયાન આરોપીઓએ ફરિયાદીને કહ્યું હતું કે “અમે ક્યારૂના પેસેન્જર વારામાં રીક્ષાયુ લઈને બેઠા છી અને તમે કેમ આડેથી અમારા વારા પેસેન્જર ભરીને જતા રહો છો” ત્યારે ફરિયાદીએ કહ્યું હતું કે “મેં રીક્ષા સ્ટેન્ડથી આઘેથી પેસેન્જરને ભરેલા છે, તેમાં તમને શું વાંધો છે” તેવું કહેતા આરોપીઓએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા ત્યારબાદ ફરિયાદીને શરીરે, માથામાં અને છાતીના ભાગે આડેધડ માર્યો હતો ત્યારે આરોપીઓએ તેના હાથમાં પહેરેલ ધાતુના કળા જેવી વસ્તુનો હથિયારની જેમ ઉપયોગ કરીને તે કડુ ફરિયાદીના માથામાં મારતા તેનું માથું ફાટી ગયું હતું જેથી ઈજા પામેલા આધેડને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેમણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

માટીનો ઢગલો કરનાર સામે ગુનો નોંધાયો

મોરબીના નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ લાલપર નજીક શ્રીજી સીરામીક સામે ટ્રક નંબર જીજે 13 એડબલ્યુ 9773 વાળા એ જાહેર રોડ ઉપર પોતાના ટ્રકમાં ભરેલ માટીનો ઢગલો કરી દીધો હતો જે અન્ય વાહન ચાલકો તથા રાહદારીઓ માટે અકસ્માત સર્જે તેવી ગંભીર બેદરકારી હોવાથી વાહન ચાલક ધીરુભાઈ કુકાભાઈ પંડિત (55) રહે. વીજળીયા તાલુકો થાન વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી કરી હતી.




Latest News