મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ટંકારામાં એસએમસી ત્રાટકી: પિસ્તોલ, કાર્ટિસ અને એરગન સાથે એકની ધરપકડ, બેની શોધખોળ


SHARE







ટંકારામાં એસએમસી ત્રાટકી: પિસ્તોલ, કાર્ટિસ અને એરગન સાથે એકની ધરપકડ, બેની શોધખોળ

મોરબી જિલ્લામાં સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થાય તે પ્રકારે એક પછી એક સફળ રેડ એસએમસીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે તેવામાં આજે મોરબી જિલ્લામાં વધુ એક સફળ રેડ એસએમસીની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારે ટંકારામાં ખીજડીયા ચોકડી પાસે ઘરમાંથી એક પિસ્તોલ, કાર્ટિસ, એરગન વિગેરે મળી આવેલ છે જેથી એસએમસીની ટીમે એક શખ્સની ધરપકડ કરીને કુલ 41,830 નો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલમાં ટંકારા ખાતે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધાયો છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં ટંકારા તાલુકા ખાતે અગાઉ એસએમસીની ટીમ દ્વારા ભેળસેળ વાળા ઓઇલનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું ત્યારબાદ વધુ એક એસએમસીની સફળ રેડ ટંકારા તાલુકા વિસ્તારમાં થયેલ છે જેમાં ટંકારા તાલુકા પોલીસ લાઈનની બાજુમાં આવેલ ખીજડીયા ચોકડી પાસે મફતિયાપરા વિસ્તારમાં રહેતા રજાક ઉર્ફે કલ્લુ હસનભાઈ મકવાણાના મકાનમાં રેડ કરવામાં આવી હતી ત્યારે તેના ઘરની અંદરથી ગેરકાયદે રાખવામાં આવેલ એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 25000 રૂપિયા પિસ્તોલ, 150 રૂપિયાનું એક કાર્ટિસ, 1000 રૂપિયાની એક એરગન, રોકડા 10,680 અને એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 41,830 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી રજાક ઉર્ફે કલ્લું હસનભાઈ મકવાણા (37) રહે. ખીજડીયા ચોકડી પાસે મફતિયાપરા ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક દરમિયાન અલ્તાફ રહે. માળિયા મીંયાણા વાળાનું નામ સામે આવ્યું છે.જેથી હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રજાક મકવાણા, અલ્તાફ અને અજાણ્યા શખ્સની સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને બબાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારાના પીઆઇને સોંપવામાં આવી છે.






Latest News