મોરબીમાં પોલીસે રૂમનો દરવાજો તોડતા અંદરથી સળગેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ
SHARE
મોરબીમાં પોલીસે રૂમનો દરવાજો તોડતા અંદરથી સળગેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ
મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં શાંતિવન સ્કૂલની બાજુમાં રહેતા યુવાનને તેના ભાઈ દ્વારા ફોન કરવામાં આવતો હતો પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો જેથી કરીને યુવાનનો ભાઈ મોરબી આવ્યો હતો અને ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસની હાજરીમાં તે દરવાજો તોડવામાં આવ્યો હતો ત્યારે ઘરની અંદરથી યુવાન સળગેલી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલમાં મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં શાંતિવન સ્કૂલની બાજુમાં ભાડાના મકાનમાં રહેતો બોબી બાલક્રિષ્ણ જાટ (35) નામનો યુવાન તેના રૂમની અંદરથી સળગેલી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ રાજેશકુમાર બાલક્રિષ્ણ જાટ (44) રહે હાલ ભાટિયા સોસાયટી વાંકાનેર મૂળ રહે. ઉત્તરપ્રદેશ વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં મૃતક યુવાનના ભાઈ રાજેશકુમાર જાટ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે તેનો નાનો ભાઈ બોબી મોરબીમાં કટલેરીની લારીનો ધંધો કરતો હતો અને છેલ્લા બે ત્રણ દિવસથી તેને મોબાઈલ ફોન કરતા હતા પરંતુ તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતો હતો.જેથી કરીને તેઓ વાંકાનેરથી મોરબી આવ્યા હતા અને બોબીનો રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી મકાન માલિકને ત્યાં બોલાવ્યા હતા ત્યારબાદ પોલીસને બોલાવી હતી અને પોલીસે દરવાજો તોડીને રૂમ ખોલતા અંદરથી સળગેલી હાલતમાં તેના ભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવના કારણ અંગે હવે બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.