ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી મોરબી નજીક એસટીની બસની પાછળ બસ ઘૂસી જતાં 10 થી વધુ મુસાફરોને નાના મોટી ઇજા મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબી: મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાલુકાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ


SHARE











મોરબી: મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાલુકાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

મોરબીની માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ. પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે કુકિંગ કોમ્પિટિશ યોજાઈ હતી જેમાં મહેન્દ્રનગર કન્યા શાળાના સંચાલક પન્નાબેન સુધાંશુભાઈ ઉંટવડીયાનો પ્રથમ નંબર,તેમજ લીલાબેન હરજીવનભાઈ શક્ત શનાળા કન્યા શાળાનો દ્વીતીય નંબર ગોર ખીજડિયા શાળાના હેતલબેન મેસવાણીયા ત્રીજો નંબર પ્રાપ્ત થયો હતો. આ સ્પર્ધામાં બાજરાના લોટમાંથી બનાવેલ મુઠીયા, વઘારેલો રોટલો, ઢોકળા, મસાલા રોટલો,બાજરીના ગોલ ગપ્પા, બાજરાના પુડલા, બાજરાની ખીચડી,બાજરાની સુખડી,રાગીના ઉપમા વગેરે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી આ તકે મામલતદાર એમ.ટી.ધનવાણી, કલ્પેશ.ડી.બુશા, ખાખરીયાભાઈ, વર્ષાબેન સોંલકી, ઉમેશભાઈ પટેલ, કાળુભાઈ વી.પરમાર અને દિનેશભાઈ વડસોલાએ નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી.






Latest News