મોરબીના વાડી વિસ્તારમાં પાર્ક કરેલ બોલેરો ગાડીની ચોરી
SHARE
મોરબીના વાડી વિસ્તારમાં પાર્ક કરેલ બોલેરો ગાડીની ચોરી
મોરબીના નવલખી ફાટક પાસે આવેલ સિલ્વર પાર્ક સોસાયટીની પાછળ ઘૂચરની વાડી રોડ ઉપર યુવાને પોતાની બોલેરો ગાડી મૂકી હતી જે 2,00,000 ની કિંમતની ગાડી કોઇ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી ફાટક પાસે આવે સિલ્વર પાર્ક સોસાયટીની પાછળ ઘૂચરની વાડીમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ગીરીશભાઈ કલાભાઈ ડાભી (42)એ અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓએ પોતાની વાડી નજીક પોતાની બોલેરો પીકપ ગાડી નંબર જીજે 3 એ ઝેડ 6860 પાર્ક કરીને મૂકી રાખી હતી જે બે લાખ રૂપિયાની કિંમતની બોલેરો ગાડી કોઇ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે