મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદમાં જૂના પ્રેમસબંધનો ખાર રાખીને યુવતીના બે ભાઈ સહિતના ચાર શખ્સોએ યુવાનને પાઇપ-ધોકા વડે માર માર્યો


SHARE









હળવદમાં જૂના પ્રેમસબંધનો ખાર રાખીને યુવતીના બે ભાઈ સહિતના ચાર શખ્સોએ યુવાનને પાઇપ-ધોકા વડે માર માર્યો

હળવદમાં આવેલ આંબેડકર નગરમાં રહેતા યુવાને પોતાના ઘરની બાજુમાં ઈકો ગાડી પાર્ક કરી હતી ત્યારે તે યુવાનને અગાઉ જે યુવતી સાથે પ્રેમ સબંધ હતો તેના બે ભાઈ સહિત કુલ મળીને ચાર શખ્સો તેના ઘર પાસે આવ્યા હતા અને યુવાન સાથે બોલાચાલી ઝઘડો કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવાનને પાઇપ, ધોકા અને ઢીકા પાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ આંબેડકર નગર શેરી નં-1 માં રહેતા અમિતભાઈ વજુભાઈ રાઠોડ (30) નામના યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ હરિદાસ પરમાર, ભાવેશ હરિદાસ પરમાર, મયુર ઉર્ફે મયલો રમેશભાઈ પરમાર, જયેશ મોહનભાઈ શેખવા રહે. બધા બસ સ્ટેશન પાછળ હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેણે પોતાના ઘર પાસે પોતાની ઇકો ગાડી પાર્ક કરેલ હતી તેવામાં ચારેય શખ્સો તેના ઘર પાસે આવ્યા હતા અને આરોપી મહેશ પરમાર અને ભાવેશ પરમારની બહેન સાથે ફરિયાદી યુવાનને બે વર્ષ પહેલા પ્રેમ સબંધ હતો જે બાબતે સમાધાન પણ થયેલ હતું જે બાબતનો ખાર રાખીને ફરિયાદી યુવાન સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો ત્યારે મહેશ પરમારે લોખંડના પાઇપ વડે તથા ભાવેશ પરમારે લાકડાના ધોકા વડે ફરિયાદી યુવાને પગ ઉપર માર માર્યો હતો અને અન્ય બે આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News