મોરબી વાંકાનેર હાઇવે ઉપર ઢુવા પાસે કારના સ્ટંટ કરનાર શખ્સની ધરપકડ
મોરબીમાં રહેતી પરણીતાનો એચઆઇવી રિપોર્ટ પોઝિટિવ અને દીકરીને જન્મ આપતા સાસરિયાંમાં દુખ-ત્રાસની પતિ સહિત ત્રણ સામે ફરિયાદ
SHARE









મોરબીમાં રહેતી પરણીતાનો એચઆઇવી રિપોર્ટ પોઝિટિવ અને દીકરીને જન્મ આપતા સાસરિયાંમાં દુખ-ત્રાસની પતિ સહિત ત્રણ સામે ફરિયાદ
મોરબીમાં નવલખી રોડ ઉપર કુબેર સોસાયટીની બાજુમાં આવેલુ સોસાયટીમાં રહેતી પરણીતાને એચઆઇવી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેણે દીકરીને જન્મ આપ્યો હતો જેથી કરીને તેના પતિ અને સાસુ-સસરા દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને મહિલાને પરાણે રિસામણે મોકલી દેવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ અને સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદ ખાતે રહેતી પરણીતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીમાં નવલખી રોડ ઉપર કુબેર સોસાયટીની બાજુમાં આવેલ સોસાયટીમાં તે પોતાના પતિ, સાસુ અને સસરા સાથે રહેતા હતા દરમિયાન તેનો એચઆઇવી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેણે દીકરીને જન્મ આપેલ હતો જેથી આ બાબતે અવારનવાર તેને શરરિક અને માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો અને આટલું નહીં પરંતુ ફરિયાદીને આરોપીઓએ પરાણે રિસામણે મોકલી આપેલ છે અને તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો જેથી હાલમાં ભોગ બનેલ પરિણીતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે પરણીતાના પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
