મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને કચડી નાખનારા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE

















મોરબીમાં યુવાનને કચડી નાખનારા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીમાં માળિયા ફાટક નજીકથી પસાર થઈ રહેલા યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધો હતો અને તેનું માથું વાહનના ટાયર નીચે કચડાઈ ગયું હતું જેથી કરીને તેને ગંભીર ઇજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એપમીના રહેવાસી લોકેન્દ્રસિંહ મનોહરસિંહ સોનગર (23) એ હાલમાં અજાણ્યા વાહન ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીમાં આવેલ માળિયા ફાટક પાસેથી તેના મોટાભાઈ તવરસિંહ ઉર્ફે લાલાભાઇ મનોહરસિંહ સોનગર (35) ચાલીને જઈ રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને તે રસ્તા ઉપર નીચે પડતા તેના શરીરને માથા ઉપરથી અજાણ્યા વાહનના ટાયર ફરી ગયા હોવાના કારણે માથામાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અજાણી દવા પી જતાં  સારવારમાં

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો કિશન કમાભાઈ દેવીપુજક (28) નામનો યુવાન ઘરે હતો ત્યારે ત્યાં કોઈ અજાણી દવા પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ખરેડા ગામેથી હસમુખભાઈ દલાભાઈ સોલંકી અને તેઓના બાઈકમાં લીલાબેન દલાભાઈ સોલંકી રાતાભેર ગામ તરફ જવાનો રસ્તા ઉપરની પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી તે બંનેને ઇજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસણે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News