મોરબી-વાંકાનેરમાં ભાડુઆત તથા શ્રમિકોની માહિતી પોલીસને ન આપનાર સાત આસામી સામે ગુના નોંધાયા
વાંકાનેરમાં રીક્ષાનો કાચ તૂટ્યા બાબતનું સમાધાન થયા બાદ યુવાનને ત્રણ શખ્સોએ મારમાર્યો
SHARE









વાંકાનેરમાં રીક્ષાનો કાચ તૂટ્યા બાબતનું સમાધાન થયા બાદ યુવાનને ત્રણ શખ્સોએ મારમાર્યો
વાંકાનેર નજીકના અમરસર ગામે રહેતા યુવાનથી રીક્ષાનો કાચ તૂટી ગયો હતો તે બાબતે રીક્ષા ચાલક સામે સમાધાન થઈ ગયું હતું જોકે અન્ય ત્રણ શખ્સો દ્વારા યુવાન સાથે બોલાચાલી કરી તેને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા નાક ઉપર મુક્કો માર્યો હોવાથી ફ્રેકચર જેવી ઇજા થઈ હતી અને યુવાને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ત્રણ શખ્સો સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે
જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર નજીકના અમરસર ગામે રહેતા જીતેશભાઈ શામજીભાઈ ચાવડા (32)એ મોરબી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે દશરથ મૈસુરભાઈ ગમારા, રમેશ પરબતભાઈ ગમારા અને કમલેશ ગાંડુભાઇ ગમારા રહે બધા અમરસર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા જીઆઇડીસી વ્હાઇટ હાઉસ સામે આવતા મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી યુવાન પસાર થઇ રહ્યો હતો ત્યારે અગાઉ સાહેદ સાગરભાઇ ગમારાની રીક્ષાનો કાચ ફરીયાદીનો હાથ લાગવાથી તૂટી ગયો હતો અને તે બાબતે સાગરભાઇ ગમારા સાથે સમાધાન થઈ ગયુ હતુ જે બાબતનો ખાર રાખીને ત્રણેય આરોપીઓએ સાથે મળીને ફરિયાદીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરીને ગાળો આપી હતી અને બોલાચાલી કરીને મારામારી કરી હતી ત્યારે નાકના ભાગે મુક્કો માર્યો હોવાથી યુવાનને નાકમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
