મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે શનિવારે રાતે હિન્દુ સંમેલનનું આયોજન


SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે શનિવારે રાતે હિન્દુ સંમેલનનું આયોજન

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલા રામધન આશ્રમ ખાતે હિન્દુ સમાજમાં એકતા, સંસ્કાર અને સમાજ જાગૃતિના ઉદ્દેશ્ય સાથે “હિન્દુ સંમેલન કાર્યક્રમ”નું આયોજન કરાયું છે અને શનિવાર તા ૭ ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે આ કાર્યક્રમ યોજાશે.

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ શિવ મંદિરથી રામધન આશ્રમ સુધી પહેલા રાત્રે ૮:૦૦ કલાકે શોભાયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો તેમજ હિન્દુ સમાજના લોકો ભાગ લેશે. આ સંમેલનનો મુખ્ય સંદેશ “હિન્દુ હિન્દુ એક રહે, ભેદભાવ કોઈ નહીં સહે” રહેશે. આ તકે મુખ્ય વક્તા તરીકે દેવેન્દ્રભાઈ દેવે (સહ કાર્યવાહ-સૌરાષ્ટ્ર પ્રાંત, RSS) ઉપસ્થિત રહી હિન્દુ સમાજને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે ભાણદેવજી મહારાજ, ભાવેશ્વરી માતાજી, દેવાનંદગિરી બાપુ, પૂર્ણપ્રકાશ સ્વામી, સરદમુનિ ઉદાસીન, જય દેવઆનંદ ગીરનારી ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હિન્દુ સંમેલન સમિતિ, મહેન્દ્રનગર મંડળ દ્વારા કરાયું છે અને કાર્યક્રમમાં સૌજન્ય હરિ ઓમ નાસ્તા ઝોન-મહેન્દ્રનગર ચોકડી દ્વારા આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા હિન્દુ સંમેલન સમિતિ મહેન્દ્રનગરની ટિમ જહેમત ઉઠાવી રહી છે.




Latest News