વધુ એક જમીન કૌભાંડ: મોરબીના શનાળા ગામે બોગસ સોગંદનામાં આધારે વારસદારોને હટાવી દીધા !, FIR ની તૈયારી
મોરબી-વાંકાનેરમાં ભાડુઆત તથા શ્રમિકોની માહિતી પોલીસને ન આપનાર સાત આસામી સામે ગુના નોંધાયા
SHARE









મોરબી-વાંકાનેરમાં ભાડુઆત તથા શ્રમિકોની માહિતી પોલીસને ન આપનાર સાત આસામી સામે ગુના નોંધાયા
મોરબી જિલ્લામાં જુદા જુદા ગોડાઉનમાં એસએમસીએ રેડ કરીને નશાકારક દ્રવ્યોના મોટા જથ્થાને કબજે કરવામાં આવ્યા છે ત્યારે હવે મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારો ની અંદર ભાડે ગોડાઉન તથા શ્રમિકોની માહિતી પોલીસે ન આપનારા આસામીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે મોરબી તથા વાંકાનેર શહેર વિસ્તારમાં કુલ મળીને સાત આસાનની સામે ગુના નોંધીને પોલીસે કાર્યવાહી કરેલ છે
મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા ગોડાઉનનો ભાડે આપનારા તથા કારખાનામાં પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખનારા આસામીઓ દ્વારા પોલીસને વિગત આપવામાં આવતી ન હોવાના કારણે હવે ધડાધડ ગુના નોંધવામાં આવી રહ્યા છે તેવામાં મોરબીના સનાળ ગામ નજીક વિશાલ ઝોન શિવ ઓફસેટની બાજુમાં મહાકાળી પ્લાસ્ટિક કારખાનામાં કામ કરતા શ્રમિકોની માહિતી આપવામાં આવી ન હોય અલ્પેશ કરમશીભાઈ શેરસીયા (33) રહે. લુંટાવદર વાળા સામે ગુનો નોંધાયો છે તો રાજપર ચોકડી નજીક શિવ સિરામિક ગોડાઉન અન્ય અને ભાડે આપેલ હોય તેની વિગત પોલીસને આપેલ ન હોવાથી મનજીભાઈ આંબાભાઈ નારણીયા (71) રહે. પ્રાણનગર નીલકંઠ સ્કૂલ વાડી શેરી મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે. સનાળાના ખારા વિસ્તારમાં કોરોબોક્સ પ્રિન્ટ પેક કારખાનામાં કામ કરતા શ્રમિકોની માહિતી પોલીસને ન આપી હોવાથી અમિત રતિલાલભાઈ કુંડારીયા (34) રહે. ઘુનડા રોડ પ્રમુખ રેસીડેન્સી બાલાજી હિલ્સ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાયેલ છે
વાંકાનેર નજીક માર્કેટ યાર્ડ પાછળ રાજાવડલા રોડ ઉપર આવેલ મિલન રિફેક્ટરી નામના ગોડાઉનમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા ન હોવાથી યુનુસભાઇ મહમદભાઈ માથાકિયા (50) રહે રાણેકપર તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધાયો છે આવી જ રીતે રાજાવડલા જીઆઇડીસી પ્લોટ નંબર 9 માં આવેલ ગુજરાત કલર ઓનોડાઇઝના માલિકે બહારના મજૂરોને કામે રાખેલ હોય તેની વિગતો પોલીસને ન આપી હોવાથી અયુબભાઈ અમીભાઈ ખોરજીયા (44) રહે ચંદ્રપુર વાળા સામે ગુનો નોંધાયો છે તો વઘાસીયા જીઆઇડીસી પ્લોટ નંબર 42 માં ગુરુ કૃપા બાયોપ્લાસ્ટમાં કામ કરતા શ્રમિકોની માહિતી પોલીસને ન આપી હોય મિલન મહેન્દ્રભાઈ રાજવીર (25) રહે ભાટિયા સોસાયટી વાંકાનેર વાળા સામે ગુનો નોંધાયો છે જ્યારે ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ તિરુપતિ પ્લાસ્ટિક નામના ગોડાઉનમાં કામ કરતા શ્રમિકોના આઈડી પ્રુફ લઈને મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરેલ ન હોવાથી રાજેશ છગનભાઈ ફેફર (43) રહે ધરતી પાર્ક સોસાયટી મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે.
