મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન


SHARE









મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન

મોરબી શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓના આરોગ્ય જાગૃતિ માટે મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક અને સ્વસ્તિક વુમન્સ હોસ્પિટલ-મોરબીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ડૉ.ડિમ્પલ વિરમગામા (એમ.એસ.ગાયનેક) દ્વારા મહિલાઓ માટે ગાયનેકોલોજી સંબંધિત તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે. ડૉ.ડિમ્પલ વિરમગામા પ્રસૂતિગૃહ, સ્ત્રીરોગ તથા સોનોગ્રાફી સેન્ટર સાથે સંકળાયેલા નિષ્ણાત તરીકે સેવા આપી રહ્યા છે. આ કેમ્પ દરમિયાન મહિલાઓ માટે ગાયનેકોલોજી કન્સલ્ટેશન, વુમન્સ હેલ્થ ફિઝીયોથેરાપી, બેસિક હેલ્થ ચેક-અપ, માસિક અને પ્રજનન આરોગ્ય અંગે માર્ગદર્શન, ગર્ભાવસ્થા, PCOS તથા મેનોપોઝ સંબંધિત સલાહ તેમજ પ્રિવેન્ટિવ હેલ્થ કાઉન્સેલિંગ જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે.

આ કેમ્પ તા. ૮ માર્ચ ને રવિવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી ત્રીજો માળ, નિલકંઠ પ્લાઝા-૨, નાની કેનાલ રોડ, સનરાઇઝ વિલા સોસાયટી પાસે, મોરબી ખાતે યોજાશે. આ આયોજનમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી, મોરબી તથા ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝીયોથેરાપીસટ્સ વુમન સેલ (IAPWC), રાજકોટ બ્રાન્ચ, ગુજરાતનો સહયોગ પ્રાપ્ત થયો છે. મોરબી તથા આસપાસની મહિલાઓને કેમ્પનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે અને વધુ માહિતી અથવા એપોઇન્ટમેન્ટ માટે મો. ૯૫૧૨૪ ૧૦૦૯૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.




Latest News