મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મનપા દ્વારા ખાણીપીણીના ૧૬ વેપારીઓને નોટિસ: વાસી બટર-અખાદ્ય ખોરાકનો કરાયો નાશ


SHARE









મોરબીમાં મનપા દ્વારા ખાણીપીણીના ૧૬ વેપારીઓને નોટિસ: વાસી બટર-અખાદ્ય ખોરાકનો કરાયો નાશ

મોરબી શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કર્તા ખાદ્યપદાર્થના વેપારીઓ સામે કડક કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવી રહી છે અને મનપાની ફૂડ શાખા દ્વારા ૧૬ વેપારીઓને નોટિસ આપીને જુદીજુદી જગ્યાએથી વાસી ખોરાક અને અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો

મોરબીમાં તાજેતરમાં ફૂડસેફટી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહીત કુલ ૨૭ એકમોમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને આ કામગીરી દરમ્યાન ગંભીર બેદરકારી બદલ ૧૬ ખાદ્યપદાર્થનાં વેપારીને નોટીસ આપવામાં આવી હતી અને તે ઉપરાંત વાવડી રોડ પર આવેલા મોમાઈ ફાસ્ટફૂડમાંથી હાઈજીન મેઈનટેન ન કરવા બાબત તથા વધુ પડતો ફૂડ કલર મળી આવતા સ્થળ પર જ તેનો નાશ કરાયો તથા વાસી બટરનો નાશ કરાયો હતો તેમજ મોરબી બાયપાસ રોડ પર આવેલા કૃષ્ણ કેમેલી હોટેલમાંથી વધુ પડતો ફૂડ કલર મળતા તેનો સ્થળ ઉપર જ નાશ કરાયો હતો અને એક્સપાયરી ડેટ જતી રહી હોઈ તેવા ખાદ્ય પદાર્થ મળી આવતા તેનો પણ નાશ કરાયો હતો. તેવી માહિતી અધિકારી આપેલ છે.




Latest News