ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો મોરબીના જુના લીલાપર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત હળવદના ગોલાસણ ગામે વાડીએ જાટકાના વાયરમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો
Breaking news
Morbi Today

મોરબી આવાસની મેલડી મંદિર ખાતે મેલડી માતાજીના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી


SHARE













મોરબી આવાસની મેલડી મંદિર ખાતે મેલડી માતાજીના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

મહાઆરતી,કેક કટિંગ, શણગાર,મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા 

મોરબીમાં પણ વિવિધ મેલડી માતાજીના મંદિર ખાતે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં બિરાજમાન આવાસની જાગતી જ્યોત સમા આવાસની મેલડી માતાજીના મંદિર ખાતે માં મેલડી ના જન્મોત્સવ નિમિત્તે મહાઆરતી, કેક કટિંગ, શણગાર તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આવાસની મેલડી માતાજીના સાનિધ્યમાં માતાજીના ભુવા પ્રદીપભાઈ ચાવડાની રાહદારી હેઠળ મેલડી મંડળ દ્વારા માતાજી ના જન્મોત્સવ નિમિત્તે સાંજે ૭ કલાકે માતાજીની મહાઆરતી, બાદ  કુમારીકાઓના હસ્તે કેક કટિંગ, માતાજીનો શણગાર, અને રાત્રે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એતિહાસિક પ્રસંગે બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક પ્રસંગોનો લાભ લીધો હતો.આવાસની મેલડી મંડળ દ્વારા દર રવિવારે બટુક ભોજન સાથે મહાપ્રસાદ પણ યોજવામાં આવી રહ્યો છે.જેનો બહોળી સંખ્યામાં  લોકો મહાપ્રસાદ લઈ રહ્યા છે.






Latest News