માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીની સફાઇ ઝુંબેશ શરૂ કરતી મહાપાલિકા: કલેકટર, કમિશ્નર અને વિવિધ સંસ્થાઓ પણ જોડાઇ


SHARE











મોરબીની મચ્છુ નદીની સફાઇ ઝુંબેશ શરૂ કરતી મહાપાલિકા: કલેકટર, કમિશ્નર અને વિવિધ સંસ્થાઓ પણ જોડાઇ

મોરબીમાં મચ્છુ નદીનો પટ જાણે કે ઓપન ડમ્પીંગ સાઈડ હોય તે રીતે જુદી જુદી જગ્યા ઉપરથી બાંધકામ વોસ્ટ સહિતના કચરાના ઢગલા રાત્રી દરમિયાન ત્યાં કરી દેવામાં આવતા હોય છે અને ગટરની ગંદકી પણ મચ્છુ નદીના પટમાં છોડવામાં આવી રહી છે.ત્યારે આજે મોરબી મ્યુનિસિપલ કમિશનર તેમજ કલેકટરની હાજરીમાં મોરબીની જુદી જુદી સંસ્થાઓને સાથે રાખીને મચ્છુ નદીની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને નગરજનોને મોરબી શહેરની સ્વચ્છતા જણાવવા માટે થઈને સહકાર આપવા માટે કલેક્ટર અને કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે.

મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં આવી તેને માત્ર ત્રીસ દિવસ જેટલો ટૂંકો સમય થયો છે ત્યાં મોરબીની અંદર ઘણા બધા પરિવર્તનો જોવા મળી રહ્યા છે તેવામાં ખાસ કરીને મોરબીમાં રોડની બંને સાઈડે થઈ ગયેલા વર્ષો જૂના દબાણોને હટાવવા માટેની કામગીરી મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે તેની સાથોસાથ હવે મોરબીમાંથી પસાર થતી મચ્છુ નદીને સાફ કરવા માટેનું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે આજે સવારે મોરબીના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે તથા મોરબીના કલેક્ટર કે.બી. ઝવેરી ની હાજરીમાં મહાપાલિકાનો તમામ સ્ટાફ તથા શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓને સાથે રાખીને મચ્છુ નદીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારે કલેકટર અને કમિશનર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તથા જુદીજુદી સંસ્થાના આગેવાનો દ્વારા મચ્છુ નદીમાંથી કચરા ઉપાડવામાં આવ્યા હતા. ત્યારબાદ કલેકટરે મોરબીના લોકોને મોરબીને મોરબીની જુની ઓળખ પુનઃ પ્રાપ્ત થાય તે માટે થઈને સહકાર આપવા માટે અપીલ કરી હતી અને ખાસ કરીને કચરો ન ઉપાડે તો કાંઈ નહિ પણ કચરો જાહેરમાં ન ફેકો તેવી ટકોર મોરબી વાસીઓને કરી હતી અને હાલમાં જે મચ્છુ નદી માટે સફાઈ ઝુંબેશ કરવામાં આવી છે તે આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે તેની સાથોસાથ ટ્રાફિક સહિતના પ્રશ્નો ઉકેલવા માટે જે દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે તેને પણ ચાલુ રાખવામાં આવશે તેવું કલેકટર જણાવ્યું છે.






Latest News